સુપર માર્કેટમાં વાઈનના વેચાણને લઈને શરદ પવારનું નિવેદન, મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે નિર્ણય પર ફરીવાર વિચાર

|

Feb 02, 2022 | 7:35 PM

શરદ પવારે કહ્યું છે કે, 'રાજ્યભરમાં આ નિર્ણયના વિરોધને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર તેના પર પુનર્વિચાર કરે તો તેમને આશ્ચર્ય થશે નહીં.'

સુપર માર્કેટમાં વાઈનના વેચાણને લઈને શરદ પવારનું નિવેદન, મહારાષ્ટ્ર સરકાર કરી શકે છે નિર્ણય પર ફરીવાર વિચાર
Sharad Pawar And Devendra Fadnavis

Follow us on

એનસીપી ચીફ શરદ પવારે (Sharad Pawar) મહારાષ્ટ્રમાં મોલ, સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવાની  (Wine in super market in maharashtra) મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘રાજ્યભરમાં આ નિર્ણયના વિરોધને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર તેના પર પુનર્વિચાર કરે તો તેમને આશ્ચર્ય થશે નહીં.’ શરદ પવારનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે મહારાષ્ટ્રમાં આ નિર્ણય પાછો ખેંચી શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પવારના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક ઓનલાઈન કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપતા શરદ પવારે કહ્યું કે ‘સરકારે સુપરમાર્કેટ, મોલ્સ અને ગ્રોસરી સ્ટોર્સમાં વાઈન વેચવાની પરવાનગી આપી છે, ચારેબાજુથી વિરોધ થઈ રહ્યો છે. બધું કન્ફ્યુઝન વાઈનને દારૂ સમજવાથી થયું છે. લોકોને વાઈન અને અન્ય ચીજવસ્તુઓ વચ્ચેનો તફાવત ખબર નથી તેથી વિરોધ થઈ રહ્યો છે. જો આ વિરોધને ધ્યાનમાં રાખીને નિર્ણય પર પુનર્વિચાર કરવો પડતો હોય અને તેને પાછો ખેંચવો પડતો હોય તો તેમાં ખરાબ ન માનવું જોઈએ અને આના પર કોઈ વાંધો હશે નહીં.’

‘તો પછી દારૂની દુકાનો સામે શા માટે લખીએ છીએ – વાઈન શોપ? લખો- અમૃતની દુકાન

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘શરદ પવારના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તેમને અહેસાસ થયો છે કે ક્યાંક ભૂલ થઈ છે અને તેને સુધારવાની જરૂર છે. રાજ્યના આ નિર્ણયથી તેમની પ્રતિષ્ઠાને ઘવાય છે તેમાં કોઈ શંકા નથી. ઉદ્યોગપતિઓ સાથેની ડીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો રાજ્ય સરકાર આ નિર્ણય પાછો ખેંચે તો અમે તેને આવકારીશું. ભાજપનો સંકલ્પ છે. અમે મહારાષ્ટ્રને મદ્યરાષ્ટ્ર નહીં બનવા દઈએ.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ મુદ્દે ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, ‘જો વાઈન અને લિકર બે અલગ-અલગ વસ્તુઓ છે તો જે દુકાનો પર દારૂ વેચાય છે તેની આગળ ‘વાઈન શોપ’ લખેલું બોર્ડ શા માટે હોય છે? પછી ત્યાં લખી દેવું જોઈએ ‘અમૃત શોપ’ અથવા ‘મિલ્ક શોપ.’

શું મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલા લોકોને સાચા-ખોટા વિશે કંઈ ખબર છે? આ લોકો ગાંજાને પણ હર્બલ તમાકુ કહીને તેના વેચાણને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે. જ્યારે ગામડાંની મહીલાઓ ચપ્પલ લઈને મારવા દોડશે ત્યારે તેમને ખબર પડશે.

‘સૌથી વધુ દારૂ પીવા, બનાવવા અને વેચવાવાળાઓમાં ગણતરી છે તેમની, પ્રવચન ન આપે અમને ભાજપ’

ભાજપના નેતાઓની સતત ટીકાને જોઈને મહાવિકાસ આઘાડી વતી આના જવાબમાં શરદ પવારની પાર્ટી એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ તેમની વાઈન શોપ અને બારના લાઈસન્સ ક્યારે સરન્ડર કરશે? ક્યારે તેઓ વચન આપશે કે તેઓ ક્યારેય દારૂ પીશે નહીં. મોટાભાગના બાર અને વાઈન લાયસન્સ ભાજપના નેતાઓ પાસે છે. એક ભાજપ સાંસદ કહે છે કે ‘થોડું થોડું પીતા રહો’. તેઓ દારૂ બનાવવા, વેચવા અને પીવામાં મોખરે છે અને બીજાઓને પ્રવચન આપે છે. તેમની આ બેવડી નીતિ ચાલવાની નથી.

આ પણ વાંચો :  Maharashtra: પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી 1000 કરોડનું નુકસાન વસૂલવા પહોંચી ગયા હાઈકોર્ટ

Next Article