Autobiography of Sharad Pawar: NCPના વડા શરદ પવારની ગૌતમ અદાણી સાથેની મિત્રતા આજની નહીં પરંતુ 20 વર્ષ જૂની છે. આ જ કારણ છે કે પવાર, અદાણી મુદ્દે ક્યારેય ખુલીને બોલતા નથી. તાજેતરના દિવસોમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ અદાણી વિવાદ પર મોદી સરકારને ઘેરી હતી અને જેપીસીની માંગણી કરી હતી, પરંતુ શુક્રવારે પવારે જેપીસી અંગે વિપક્ષની માંગને બકવાસ ગણાવી હતી.
શરદ પવારે કહ્યું હતું કે, જેપીસીથી કંઈ થવાનું નથી. વાસ્તવમાં પવારે ગૌતમ અદાણીનો એક પ્રકારે બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજકાલ સરકારની ટીકા કરવા માટે અંબાણી-અદાણીના નામનો ઉપયોગ કરવામાં આવે છે. પવારના આ નિવેદન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓએ, પવાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું. કોંગ્રેસના નેતા અલકા લાંબાએ તો તેમને લોભી કહ્યા હતા.
શરદ પવાર અને ગૌતમ અદાણીની મિત્રતા તે સમયની છે જ્યારે અદાણી કોલસા ક્ષેત્રમાં વિસ્તરણની શક્યતા શોધી રહ્યા હતા. એનસીપીના વડા શરદ પવારે પોતાની આત્મકથા ‘લોક માજે સંગાતિ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પવારની આ આત્મકથા મરાઠી ભાષામાં વર્ષ 2015માં પ્રકાશિત થઈ હતી. આ આત્મકથામાં પવારે ગૌતમ અદાણીના ખુબ વખાણ કર્યા છે. તેમણે અદાણીને એક સરળ, મહેનતુ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ ગણાવ્યા છે.
આ સિવાય તેમણે અદાણી વિશે ઘણીબધી વાતો લખી છે. પવારે પોતાની આત્મકથામાં એમ પણ લખ્યું છે કે, અદાણીએ થર્મલ પાવર સેક્ટરમાં તેમના જ બળે પ્રવેશ કર્યો હતો. તેમણે તેમના પુસ્તકમાં અદાણીના શરૂઆતના દિવસો વિશે પણ જણાવ્યું છે કે કેવી રીતે અદાણી મુંબઈમાં લોકલ ટ્રેનમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા અને કેવી રીતે તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ બન્યા હતા.
પવારે પોતાની આત્મકથામાં લખ્યું છે કે અદાણીએ ક્યારેય હાર માની નથી. તેણે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પડકાર સ્વીકાર્યો અને આગળ વધવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમની આત્મકથામાં એમ પણ લખ્યું છે કે તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે તેમની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉદ્યોગપતિઓ સાથે ગાઢ સંબંધો કેળવ્યા હતા.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…