Breaking News : શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત

|

May 02, 2023 | 4:22 PM

NCPના દિગ્ગજ નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ શરદ પવારે કરી છે.

Breaking News : શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
Sharad Pawar

Follow us on

 શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની  જાહેરાત કરી છે.  NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. પવારે કહ્યું કે તેઓ એનસીપી અધ્યક્ષ પદ છોડી દેશે. 82 વર્ષીય મરાઠા સત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે NCPમાં ભાગલાના સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલ હતા કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઈ શકે છે.

 

શરદ પવારે કહ્યું, ઘણા વર્ષોથી મને રાજનીતિમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી છે. આ ઉંમરે, હું આ પદ સંભાળવા માંગતો નથી. મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. પક્ષના નેતાઓએ નક્કી કરવું પડશે કે હવે પક્ષના પ્રમુખ કોણ હશે? શરદ પવાર છેલ્લે ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં રાજકારણ ગરમાયું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના દિગ્ગજ નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ ખુદ શરદ પવારે કરી છે. તાજેતરમાં, NCP નેતા અને ભત્રીજા અજિત પવારથી શરદ પવારના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા.

શરદ પવારે કહ્યું કે હું એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરું છું. હવે મારી પાસે વધુ જવાબદારી નથી, મારી પાસે સાંસદ તરીકે ત્રણ વર્ષ બાકી છે. આ દરમિયાન હું રાજ્ય અને કેન્દ્રના મુદ્દાઓ પર નજર રાખીશ. તે જ સમયે, NCP કાર્યકર્તાઓએ માંગ કરી છે કે શરદ પવારે અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેઓએ આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

શરદ પવારે આજે તેમના પુસ્તક ‘લોક માજે સંગાતિ’નું વિમોચન કર્યું હતું. આ પછી તરત જ તેમણે પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે મેં NCPના અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી કામ કર્યું. હવે હું પોતે ઈચ્છું છું કે કોઈ બીજું આ જવાબદારી ઉઠાવે. તે જ સમયે, NCP કાર્યકર્તાઓ મુંબઈમાં પવારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. શરદ પવારે પણ તેમના પુસ્તકમાં 23 નવેમ્બર 2019ની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈને સરકાર બનાવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:57 pm, Tue, 2 May 23

Next Article