22 લાખની કાર વેચીને કોરોનાના દર્દીઓને ઓક્સિજન અપાવનાર કોણ છે આ મસીહા? જાણો તેની સંપૂર્ણ કહાની

|

Apr 23, 2021 | 11:41 AM

મુંબઇના શાહનવાઝ શેખે ગયા વર્ષે તેની એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય યોજના શરૂ કરી હતી, જે કોરોના વાયરસ રોગચાળાથી લોકોના જીવ બચાવવા માટે હજુ પણ ચાલુ છે.

22 લાખની કાર વેચીને કોરોનાના દર્દીઓને ઓક્સિજન અપાવનાર કોણ છે આ મસીહા? જાણો તેની સંપૂર્ણ કહાની
SHAHNAWAZ SHAIKH (File Image)

Follow us on

દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને કારણે ઘણા રાજ્યોમાં ઓક્સિજનના સપ્લાયમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, મુંબઈના વ્યક્તિની નિ:શુલ્ક ઓક્સિજન સપ્લાય યોજના ઘણા લોકો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે. મુંબઇના શાહનવાઝ શેખે ગયા વર્ષે તેની એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય યોજના શરૂ કરી હતી, જે કોરોના વાયરસ રોગચાળાથી લોકોના જીવ બચાવવા માટે હજુ પણ ચાલુ છે.

શાહનવાઝ શેખ તેની પહેલથી મલાડના માલવણીમાં હીરો બની ગયો છે. તે પોતાની યુનિટી એન્ડ ડિગ્નીટી ફાઉન્ડેશન દ્વારા આ અભિયાન ચલાવી રહ્યો છે. ગયા વર્ષે તેણે ફોર્ડ એન્ડેવર કાર વેચી દીધી હતી અને ટે પૈસાના ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં મદદ કરતો હતો, ત્યાર બાદ તે ચર્ચામાં આવ્યો હતો.

દરરોજ 500 થી 600 કોલ આવે છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શાહનવાઝના જણાવ્યા અનુસાર “ગયા વર્ષે જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે અમે 5,૦૦૦ થી 6,૦૦૦ લોકોને ઓક્સિજન પૂરું પાડ્યું હતું. આ વર્ષે શહેરમાં ઓક્સિજનની અછત છે. જ્યાં પહેલાં 50 કોલ આવતા હતા, હવે અમને 5૦૦ થી 600 કોલ મળી રહ્યા છે.”

એસયુવી વેચીને ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો

શેખે જણાવ્યું હતું કે કોવિડની પ્રથમ તરંગ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ઓક્સિજન પહોંચાડવાની તેમની પહેલ, કોવિડ -19 ના કારણે એક મિત્રના કઝીનના મૃત્યુ પછી શરૂ થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે સમયસર ઓક્સિજનથી બચાવ થઈ શકે છે. શેખે કોવિડ દર્દીઓ માટે દવાઓ અને ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે તેની એસયુવી વેચી દીધી હતી.

આ કામની સોશિયલ મીડિયામાં ખુબ પ્રસંસા થઇ રહી છે. લોકો તેના આ સેવાભાવી કામને ખુબ વખાણી રહ્યા છે. શેખને પહેલા અને અત્યારે ઓક્સિજન માટે આવતા કોલથી જ પરિસ્થિતિનો અંદાજો આવી શકે એમ છે. કે પહેલા વારતા અત્યારે પરિસ્થિતિ કેટલી વણસી છે. અને ઠેર ઠેર ઓક્સિજનની કેટલી અછત વર્તાઈ રહી છે.

 

આ પણ વાંચો: ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા

આ પણ વાંચો: ચોરી કરેલી વેક્સિન પાછી મુકતાં ચોરે લખ્યું – ‘સોરી, ખબર ન હતી કોરોનાની વેક્સિન છે’

Next Article