Server Down: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન, એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત, 40 મિનિટ સુધી લોકો થયા પરેશાન

|

Dec 01, 2022 | 8:48 PM

ઘણા મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી હતી. લગભગ 40 મિનિટના પ્રયત્નો પછી સર્વર પુનઃસ્થાપિત કરી શકાયું. એરપોર્ટ પર સામાન્ય સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. સર્વર ફેલ થવાના કારણે લગભગ 40 મિનિટ સુધી કામગીરી ખોરવાઈ ગઈ હતી.

Server Down: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન, એરલાઈન્સ ચેક-ઈન પ્રભાવિત, 40 મિનિટ સુધી લોકો થયા પરેશાન
Mumbai International Airport
Image Credit source: Twitter

Follow us on

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સર્વર અચાનક ડાઉન થઈ ગયું હતું. કોમ્પ્યુટર સિસ્ટમની નિષ્ફળતાને કારણે તમામ એરલાઈન્સના ચેક-ઈનને અસર થઈ હતી. ઘણા મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી હતી. લગભગ 40 મિનિટના પ્રયત્નો પછી સર્વર પુનઃસ્થાપિત કરી શકાયું. એરપોર્ટ પર સામાન્ય સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. સર્વર ફેલ થવાના કારણે લગભગ 40 મિનિટ સુધી કામગીરી ખોરવાઈ ગઈ હતી.

જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં ખૂબ જ વ્યસ્ત ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સર્વર ડાઉન હોવાની માહિતી પણ આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને ટુંક સમયમાં કામગીરી ફરી શરૂ થશે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

સોશિયલ મીડિયા પર મુસાફરોની ફરિયાદ બાદ એર ઈન્ડિયાએ પણ જવાબ આપ્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે અમે સમજીએ છીએ કે વિલંબ ચોક્કસપણે અસુવિધાજનક છે. અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે કામ કરી રહી છે. તેઓ વધુ અપડેટ્સ માટે તમારા સંપર્કમાં રહેશે.

CISFએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જ સંભાળી લીધો છે. સીઆઈએસએફએ જણાવ્યું કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન હોવાને કારણે સામાન્ય કરતાં થોડો વધારે ધસારો છે. ભીડને સારી રીતે મેનેજ કરવામાં આવી રહી છે અને મેન્યુઅલ પાસ આપવામાં આવતા હોવાથી કોઈ અરાજકતા નથી.

Next Article