મુંબઈમાં હવે પુરી ક્ષમતા સાથે સ્કૂલ (Mumbai School) શરૂ થવા જઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ (BMC) આ સંબંધિત સર્ક્યુલર પણ જાહેર કરી દીધો છે. 2 માર્ચથી મુંબઈ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવનારી તમામ સ્કૂલ કોરોનાકાળની (Corona) પહેલાની જેમ ફુલ કેપેસિટી અને ફૂલ ટાઈમલાઈનની સાથે ઓફલાઈન સિસ્ટમથી શરૂ થઈ જશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રભાવ ખુબ હદ સુધી ઓછો થઈ ચૂક્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતોને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકા તરફથી મુંબઈના તમામ બોર્ડની તમામ ભાષાઓના સ્કૂલ 2 માર્ચથી પુરી ક્ષમતા સાથે સ્કૂલ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શાળાઓમાં વિશેષ અને અલગ-અલગ-વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ પણ છે. શાળાઓને લગતી રમતગમત સહિતની તમામ પ્રવૃતિઓને પણ પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. BMC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ સંબંધિત સૂચનાઓ આપવામાં આવી છે.
સર્ક્યુલરમાં લખવામાં આવ્યું છે કે 2 માર્ચથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ સંસ્થાઓના તમામ માધ્યમો અને વિભાગોની નર્સરીથી 12મા ધોરણ સુધીની તમામ શાળાઓ કોવિડ પહેલાની જેમ સંપૂર્ણ ક્ષમતા સાથે ઑફલાઈન સિસ્ટમ દ્વારા શરૂ કરવામાં આવે. વિશેષ અને અલગ-અલગ-વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શાળાઓ પણ સંપૂર્ણ ક્ષમતા અને પૂર્ણ સમય માટે શરૂ કરવી જોઈએ.
શાળામાં માસ્ક પહેરવું જરૂરી રહેશે. માત્ર રમતના મેદાનમાં અથવા કસરત દરમિયાન માસ્ક પહેરવું આવશ્યક રહેશે નહીં. કોવિડ સમયગાળા પહેલાની જેમ શાળામાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપલબ્ધ થશે. BMC દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: યુક્રેનમાં પોરબંદરના 4 વિદ્યાર્થી ફસાયા, અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો લીધો
આ પણ વાંચો: Forex Reserve :સોનાના ચળકાટે દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરી, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન
Published On - 1:42 pm, Sat, 26 February 22