શિવસેનાને લઈને સુપ્રીમકોર્ટમાં હવે 14મી ફેબ્રુઆરીએ સુનાવણી, અજીત પવારે કહ્યુ- મળી રહી છે તારીખ પર તારીખ, ન્યાય ક્યારે ?

|

Jan 11, 2023 | 7:47 AM

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે તેઓ આ મામલાને સાત ન્યાયાધીશોની બેન્ચને મોકલવાની અપીલ કરી છે.

શિવસેનાને લઈને સુપ્રીમકોર્ટમાં હવે 14મી ફેબ્રુઆરીએ સુનાવણી, અજીત પવારે કહ્યુ- મળી રહી છે તારીખ પર તારીખ, ન્યાય ક્યારે ?
Supreme Court (file photo)

Follow us on

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે તે શિવસેનાના બંને હરીફ જૂથોની અરજીઓ પર 14 ફેબ્રુઆરીથી સુનાવણી શરૂ કરવામાં આવશે . આ અંગે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે હવે કોર્ટમાં મુદત પર મુદત આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસના સહયોગી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલો દ્વારા કેસ રજૂ કરી રહ્યા છે . કોર્ટે કહ્યું કે તે 14 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી સંબંધિત અરજીઓની સુનાવણી શરૂ કરશે. જે ગયા વર્ષે જૂન મહિનામાં શિવસેનાના બે જૂથોમાં વિભાજિત થઈ હતી.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે તેઓ આ મામલાને સાત ન્યાયાધીશોની બેન્ચને મોકલવાની અપીલ કરી છે. જેથી જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીઓ માટે 2016ના કોર્ટના નિર્ણયને સ્વીકારી શકે. સરળ શબ્દોમાં કહીએ તો, ઠાકરે જૂથ વતી અપીલ કરવામાં આવી હતી કે પાંચ જજની બેન્ચને બદલે, આ કેસની સુનાવણી સાત જજની બેંચ દ્વારા કરવામાં આવે.

મહારાષ્ટ્રે રાહ જોવી પડશે

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણીના જવાબમાં અજિત પવારે પત્રકારોને કહ્યું કે,મુદત પર મુદત થવા જઈ રહી છે. આ તેમનો (કોર્ટનો) અધિકાર છે. આ અંગે કોર્ટને કોઈ પ્રશ્ન કરી શકે નહીં. પવારે કહ્યું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) પોતાના વકીલો દ્વારા પોતાનો કેસ રજૂ કરી રહી છે. સુનાવણીની તારીખ અને ચુકાદાની તારીખ નક્કી કરવી તેમના હાથમાં નથી. તે સુપ્રીમ કોર્ટના હાથમાં છે. તે તેમનો વિશેષાધિકાર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

‘કોર્ટ દ્વારા આગામી મુદત 14 ફેબ્રુઆરી છે

રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, તે સંપૂર્ણપણે કોર્ટનો અધિકાર છે. શિવસેનાના વિદ્રોહને છ મહિના થઈ ગયા છે છતા હજી પણ મુદત આપવામાં આવી રહી છે. હવે તેને આગામી તારીખ 14 ફેબ્રુઆરી આપવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે સુનાવણીની તારીખ 14 ફેબ્રુઆરી હોવાથી બધું જ પ્રેમથી કરવામાં આવશે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, 14 ફેબ્રુઆરીથી બંધારણીય બેંચ કોઈપણ વિરામ વિના મામલાની સુનાવણી કરશે.

Next Article