શનિવારનો દિવસ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ માટે અકસ્માતો સાથેનો રહ્યો. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં શનિવારે અલગ-અલગ અકસ્માતમાં 8ના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના દૌસા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
મહારાષ્ટ્રમાં 4ના મોત, 23 ઇજાગ્રસ્ત
તે જ સમયે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના કાન્હે ગામ નજીક શનિવારે સવારે લગભગ 6 વાગ્યે એક મીની પીકઅપ અને ટ્રકની ટક્કર થઇ ગઈ. આ ઘટનામાં પગપાળા જઈ રહેલા ભગવાન વિઠ્ઠલના ચાર ભક્તોના મોત થયા હતા. તે જ સમયે, તેના 23 સાથીઓ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ પૂણે શહેરથી લગભગ 25 કિમી દૂર આવેલા મંદિરના નગર આલંદી જઈ રહ્યા હતા.
રાજસ્થાનમાં ચારના મોત
એસએચઓ દારા સિંહે જણાવ્યું કે મૃતકોમાં દર્દી બલજીત (ઊં.28)નો સમાવેશ થાય છે, જેને તેના ભાઈ અને સંબંધીઓ અલવરથી જયપુર લઈ જઈ રહ્યા હતા. બાંડીકુઈથી અલવર જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે એમ્બ્યુલન્સને કચડી નાખી હતી. જેમાં બલજીત, હિંમત, ભૂપ સિંહ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર મહેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભાગચંદ અને એમ્બ્યુલન્સ કર્મચારી નવદીપને ઈજા થઈ હતી.
ઝારખંડના પાકુરમાં બે વાહનો વચ્ચે સામસામે અથડામણ
ઝારખંડના પાકુરના લિટ્ટીપારા પોલીસ સ્ટેશન વિસ્તારના કડવા ગામ પાસે વહેલી સવારે ટ્રક અને ડમ્પરની ટક્કર થઈ હતી. થોડી જ વારમાં બંને વાહનોમાં આગ લાગી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિષેક રાયે બંને વાહનોના ડ્રાઈવર અને સબ-ડ્રાઈવરના મોતની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ટ્રકમાં સિમેન્ટ ભરેલું બંગાળ જઈ રહ્યું હતું અને ચિપ્સ ભરેલું ડમ્પર ગોડ્ડા જઈ રહ્યું હતું. ત્યારબાદ બંને સામસામે ટકરાયા.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો
આ પણ વાંચોઃ Surat : દક્ષિણ આફ્રીકામાં જોવા મળેલા નવા વેરિઅન્ટની કોઇ અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર નહીં પડે