બાજી હારી ગયા બાદ ભડક્યા સંજય રાઉત, કહ્યુ સરકારને પાડવામા કેન્દ્ર પણ સામેલ, પોતાના જ લોકોએ પીઠમાં માર્યુ ખંજર’

|

Jun 30, 2022 | 11:23 AM

સંજય રાઉતે કહ્યું છે કે અમારી સરકારને તોડવામાં કેન્દ્ર સરકાર પણ સામેલ હતી અને સરકારને તોડી પાડવાનું ષડયંત્ર પહેલા દિવસથી જ ઘડવામાં આવી રહ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉત બળવાખોરો પર પણ ગુસ્સે થયા હતા.

બાજી હારી ગયા બાદ ભડક્યા સંજય રાઉત, કહ્યુ સરકારને પાડવામા કેન્દ્ર પણ સામેલ, પોતાના જ લોકોએ પીઠમાં માર્યુ ખંજર
Sanjay Raut ( file photo)

Follow us on

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારના પતન બાદ શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે અમારી સરકારને તોડી પાડવામાં કેન્દ્ર સરકાર (center government) પણ સામેલ હતી અને સરકારને તોડી પાડવાનું ષડયંત્ર પહેલા દિવસથી જ ઘડવામાં આવી રહ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉત બળવાખોરો પર પણ ગુસ્સે થયા હતા. સંજય રાઉતે કહ્યું કે જે લોકોએ શિવસેનાને દગો આપ્યો છે, તેમને આગામી ચૂંટણીમાં ઘરે બેસાડી દેવામાં આવશે. ગઈકાલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. હવે ભાજપે સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સત્તાનો જન્મ શિવસેના માટે થયો છે

સંજય રાઉતે કહ્યું કે, “શિવસેના સત્તા માટે નથી જન્મી, સત્તાનો જન્મ શિવસેના માટે થયો છે. આ હંમેશા બાળાસાહેબ ઠાકરેનો મંત્ર રહ્યો છે. અમે કામ કરીશું અને ફરી એક વાર પોતાના દમ પર સત્તામાં આવીશું.” તેમણે કહ્યું, “ગઈકાલે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે અમે ભાવુક થઈ ગયા. દરેકને ઉદ્ધવ ઠાકરેમાં વિશ્વાસ છે. દરેક જાતિ અને ધર્મના લોકો તેમને સમર્થન આપે છે. સોનિયા ગાંધી અને શરદ પવારને પણ તેમનામાં વિશ્વાસ છે.”

આ પણ વાંચો

કાલે હું EDની ઓફિસ જઈશ, હું કોઈથી ડરતો નથી: રાઉત

સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે, ‘આવતીકાલ શુક્રવારે હું EDની ઓફિસ જઈશ. હું કોઈનાથી ડરતો નથી અને ના તો મેં કંઈ ખોટું કર્યું છે.” તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રકારનો ચુકાદો આવ્યો તે પછી ઉદ્ધવ ઠાકરે માટે મુખ્યપ્રધાન પદ પર ચાલુ રહેવું યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરે ખૂબ જ નૈતિક નેતા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અઢી વર્ષ સુધી સરકાર સારી રીતે ચાલી છે. પરંતુ તેઓ કહેતા રહ્યા કે આપણા જ લોકોએ મને દગો આપ્યો છે, તેથી હવે હું આ સરકાર ચલાવી શકતો નથી.

શિવસેનાને ખતમ કરવાનું કાવતરું ક્યારેય સફળ નહીં થાય

સંજય રાઉતે કહ્યું, “આપણા જ લોકો દેશદ્રોહીઓને નિકળ્યાં છે. આ દગાબાજ લોકોએ અમારી પીઠમાં છરો માર્યો હતો. પહેલા દિવસથી જ સરકારને તોડી પાડવાનું ષડયંત્ર હતું, પરંતુ શિવસેનાને ખતમ કરવાનું કાવતરું ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું, “અમે બાળાસાહેબના બતાવેલા માર્ગ પર ચાલવાનું ચાલુ રાખીશું અને સત્તામાં પાછા ફરીશું. ડરેલા લોકોએ એક જૂથ બનાવ્યું, હવે ચૂંટણીમાં તેમને ઘરે બેસાડી દઈને પાઠ ભણાવીશું.

 

Next Article