અમે બાળાસાહેબ ઠાકરેના શિષ્ય છીએ, ઝુક્યા નથી અને ઝુકશુ પણ નહી, EDએ સંપત્તિ જપ્ત કરી તો રાઉતના નિશાના પર આવ્યુ ભાજપ

સંજય રાઉતે કહ્યું, શું આ મની લોન્ડરિંગ વિશે કહેવામાં આવી રહ્યું છે. જો અમારા ખાતામાં એક રૂપિયો પણ ખોટી રીતે આવ્યો હશે અને અમે તેમના દ્વારા મિલકત ખરીદી હશે તો અમે તે તમામ મિલકત ભાજપને દાનમાં આપી દઈશું, આ માત્ર અને માત્ર રાજકીય વેરની કાર્યવાહી છે.

અમે બાળાસાહેબ ઠાકરેના શિષ્ય છીએ, ઝુક્યા નથી અને ઝુકશુ પણ નહી, EDએ સંપત્તિ જપ્ત કરી તો રાઉતના નિશાના પર આવ્યુ ભાજપ
Sanjay Raut (File Image)
| Edited By: | Updated on: Apr 05, 2022 | 8:58 PM

‘સરકારને તોડવાનું દબાણ હતું, હું ઝુક્યો નથી, ઝુકીશ નહીં’

સંજય રાઉતે કહ્યું, સંજય રાઉત કે શિવસેના આવી હરકતોથી ઝુકવાના નથી. પાછા હટવાના  નથી. થોડા મહિના પહેલા આ ગૃહમાં આવીને ભાજપના લોકોએ મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી પાડવા અમારી પાસે મદદ માંગી હતી. અન્યથા સંકટનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. મેં ના પાડી દીધી હતી. ત્યારે પણ હું ઝુક્યો ન હતો, હવે પણ હું ઝુકીશ નહી.