ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના સીતાપુરમાં છેલ્લા 36 કલાકથી હાઉસ અરેસ્ટ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Arrested)ની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમની ધરપકડ બાદ શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી.
મુલાકાત પહેલા સંજય રાઉતે કહ્યું પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી છે, તેથી રાહુલ ગાંધીને મળવું જરૂરી છે, તેમને કહ્યું જો કાયદો બધા માટે સમાન છે તો પ્રિયંકા ગાંધી જેલમાં કેમ છે અને મંત્રી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર કલમ 144ના ઉલ્લંઘન અને શાંતિભંગની કલમો લગાવવામાં આવી છે.
#LakhimpurKheriViolence has shaken the nation,@priyankagandhi has been arrested UP govt, opposition leaders are being restricted from meeting farmers. There is need for joint opposition action against oppression by Government in UP. Meeting @RahulGandhi at 4.15 pm today
जय हिंद!— Sanjay Raut (@rautsanjay61) October 5, 2021
આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર લખીમપુર હિંસા (Lakhimpur Kheri Violence) સંબંધિત એક વીડિયો શેયર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને સવાલ પૂછ્યો હતો. પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે તેમને ઈચ્છે તો પોલીસ ધરપકડ કરી શકે છે પણ તે ખેડૂત પરિવારોને મળ્યા વગર પરત નહીં ફરે.
હરગાંવ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સિવાય સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ સહિત 11 લોકોની વિરૂદ્ધ શાંતિભંગની કલમો દાખલ કરવામાં આવી છે.
આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ દ્વારા એક વીડિયો જાહેર કરીને લખ્યું હતું કે આ વીડિયો તમારી સરકારના એક મંત્રીના પુત્રને ખેડૂતોને ગાડી નીચે કચડી રહ્યો છે તે બતાવી રહ્યો છે, આ વીડિયોને જુઓ અને આ દેશને બતાવો કે આ મંત્રીને કેમ સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા અને મંત્રીના પુત્રની કેમ અત્યાર સુધી ધરપકડ કરવામાં નથી આવી. મારા જેવા વિપક્ષના નેતાઓને તો કસ્ટડીમાં તમે કોઈ ઓર્ડર અને એફઆઈઆર વગર રાખ્યા છે. તેમને આગળ સવાલ કર્યો કે આ વ્યક્તિ અત્યારે પણ કેમ આઝાદ ફરી રહ્યો છે?
આ પણ વાંચો: ગાંધીનગરમાં BJPની ભવ્ય જીત બદલ PM MODI અને ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી
આ પણ વાંચો: તાઇવાને ચીનને આપી ચેતવણી, કહ્યું – જો અમારા ટાપુ પર હુમલો કરશો તો ભોગવવા પડશે ગંભીર પરિણામ