મુંબઈ NCB (Mumbai NCB) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી (Sameer Wankhede transferred) કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence-DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે.
સમીર વાનખેડે મુંબઈ NCBમાં ઝોનલ ડિરેક્ટરના પદ પર આવ્યા પહેલા આ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવાયા હતા. હવે તેમને ફરીથી ડીઆરઆઈમાં મોકલવામાં આવ્યા છે.
મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ તેમની મુંબઈ એનસીબીમાંથી બદલી કરવી અથવા એનસીબીમાં જ એક્સટેન્શન આપવું તે અંગેના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હતો. આ પ્રશ્ન મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ભાજપના એક મોટા નેતા સમીર વાનખેડે માટે દિલ્હી જઈને લોબિંગ કરી રહ્યા છે. તેમને મુંબઈ NCBમાં જાળવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે તેમને લઈને નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. એક દિવસ પહેલા તેમણે ઉઠાવેલા સવાલ બાદ આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે.
આ પહેલા રવિવારે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી વચ્ચે સાંઠગાંઠનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાઓ સમીર વાનખેડેને તેમના પદ પર જાળવી રાખવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એક અઠવાડિયાથી આ સ્ટોરી પ્લાન કરવામાં આવી રહી છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે.
પરંતુ મને માહિતી મળી છે તે મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ તેમની પોસ્ટિંગ અહીં લંબાવવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાની આ અધિકારી પર ફરિયાદો અને અહેવાલો છતાં ભાજપના નેતાઓ તેને મુંબઈમાં જાળવી રાખવા આતુર છે. તેનો અર્થ શું છે? શું રિકવરી ગેંગમાં તેમની સંડોવણી છે?
નવાબ મલિકે પૂછ્યું, ‘સમીર વાનખેડેનું એક્સટેન્શન 31મીએ પૂરું થયું ત્યારે તેમને કેમ રિલીવ કરવામાં ન આવ્યા? અથવા તેમને કેમ એક્સટેન્શન આપવામાં ન આવ્યું? આ અંગેનો નિર્ણય કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો? થવા દો… વાનખેડેને અહીં રાખવામાં આવે તો સારું જ છે. મને તેમની છેતરપિંડી બહાર લાવવાનો મોકો મળશે.
જવાબમાં ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ભાજપ અધિકારીઓની બદલી કરતું નથી, નવાબ મલિકે તેમની પાર્ટીના નેતાઓ વિશે કહ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ પર તમારી જીભનો ઉપયોગ કરશો નહીં. તેણે એમ પણ કહ્યું કે નવાબ મલિકે જે કહ્યું તે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી.
આ પણ વાંચો : Breaking News: મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ