સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?

|

Oct 28, 2021 | 3:52 PM

પોલીસ હવે પ્રભાકરના સાઈલના ફોન રેકોર્ડના આધારે કેસની તપાસ કરશે. સાઇલે આર્યન ડ્રગ્સ કેસમાં દાવો કર્યો છે કે,સમીર વાનખેડેએ આ કેસમાં લાંચ લીધી છે.

સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા, જાણો કઈ ફરિયાદના આધારે વાનખેડે પર સકંજો કસાઈ શકે ?
Sameer wankhede case

Follow us on

Sameer Wankhede Case : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરનાર NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે બેવડી તપાસમાં ફસાયા છે. એક રીતે વિભાગની વિજિલન્સ ટીમ તેની સામે તપાસ કરી રહી છે. જ્યારે બીજી તરફ મુંબઈ પોલીસે પણ તેની સામે તપાસ શરૂ કરી છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમા (Aryan Khan  Drugs Cases)સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન સામે આવતા વાનખેડે તપાસના ઘેરામાં આવ્યા હતા.

પ્રભાકર સાઈલનો ચોંકાવનારો દાવો

ઉલ્લેખનીય છે કે, પ્રભાકર સાઈલે રવિવારે સોશિયલ મીડિયા પર એક એફિડેવિટ (Affidavit) જાહેર કર્યુ હતુ. એફિડેવિટમાં તેણે કહ્યું કે આર્યન ખાન કેસમાં એનસીબીએ તેને પંચ તરીકે 10 સાદા કાગળો પર સહી કરાવી હતી. સાઈલનો આરોપ છે કે આ કેસમાં કિરણ ગોસાવીને સેમ ડિસોઝા નામના મિત્ર પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવાની વાત કરતા સાંભળ્યા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી

આ લાંચના આરોપમાં 25 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને (Sameer Wankhede) આપવાની વાત હતી. સાઈલના આ સોગંદનામાના આધારે મુંબઈ પોલીસે NCB અધિકારી સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ડેપ્યુટી કમિશનરે સાઈલનું નિવેદન નોંધીને તપાસ તેજ કરી છે.

પોલીસ હવે પ્રભાકરના સાઈલના (Prabhakar Sail) ફોન રેકોર્ડના આધારે તેની ગતિવિધિઓની તપાસ કરશે. સાઇલે પોતાના નિવેદનમાં હાજી અલી પાસેથી પૈસા ભરેલી બે બેગ લાવ્યો હોવાનો દાવો કર્યો છે. આથી પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. આ તમામ હકીકતો તપાસ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પછી સમીર વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

પ્રભાકરનું બીજી વખત નિવેદન નોંધાયું

તે જ સમયે, પોલીસે લાંચ કેસમાં બુધવારે બીજી વખત સાક્ષી પ્રભાકર સાઈલનું નિવેદન નોંધ્યું હતું. સાઈલ બુધવારે બપોરે 3 વાગ્યે આઝાદ મેદાન વિભાગના મદદનીશ પોલીસ કમિશનર (Police Commissioner) સમક્ષ હાજર થયો હતો. આ પહેલા મંગળવારે પણ સાઈલની આઠ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

Published On - 2:30 pm, Thu, 28 October 21

Next Article