Sameer Wankhede Case: NCB અધિકારી સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્ર (Maharashtra) સરકારમાં મંત્રી નવાબ મલિક (Nawab Malik) વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ માનહાનિ કેસની સુનાવણી ગુરુવારે થવાની છે. આ પહેલા બુધવારે આ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે સમીર અને તેના પિતાને જ સલાહ આપી છે. કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે સમીર વાનખેડે ‘સરકારી અધિકારી’ છે અને કોઈપણ તેમના કામની સમીક્ષા કરી શકે છે. બીજી તરફ નવાબ મલિકના વકીલ આ મામલે આજે એટલે કે 12 નવેમ્બરે એફિડેવિટ દાખલ કરશે.
માનહાનિના કેસની સુનાવણી દરમિયાન ધ્યાનદેવ વાનખેડેના વકીલ અરશદ શેખે સવાલ કર્યો હતો કે સમીરે એવી વ્યક્તિને શા માટે ખુલાસો આપવો જોઈએ જે ‘ફક્ત ધારાસભ્ય છે, કોર્ટ નહીં.’ આના પર જસ્ટિસ માધવ જામદારે કહ્યું, ‘તમે સરકારી અધિકારી છો. તમારે ફક્ત એટલું જ સાબિત કરવું પડશે કે ટ્વીટ્સ પ્રથમ દૃષ્ટિએ ખોટી છે. તમારો પુત્ર માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ તે એક સરકારી અધિકારી છે અને જનતાનો કોઈપણ સભ્ય તેની સમીક્ષા કરી શકે છે.
વાનખેડેના વકીલે સમય માંગ્યો હતો
બીજી તરફ, કોર્ટે મલિકના વકીલ અતુલ દામલેને પૂછ્યું, ‘શું સબમિટ કરતા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી તમારી નથી? શું તમે એક જવાબદાર નાગરિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રવક્તા હોવાના કારણે દસ્તાવેજોની ચકાસણી કરી?” વાનખેડેના વકીલે મલિકના આરોપોને ખોટા સાબિત કરવા માટે વધારાની એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.
નવાબ મલિકે વાનખેડે પર આક્ષેપો કર્યા હતા
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે વાનખેડેના પિતાએ ઈસ્લામ અંગીકાર કર્યો છે. પરંતુ વાનખેડેને અનુસૂચિત જાતિના ક્વોટામાંથી સરકારી નોકરી મળી, જે મુસ્લિમ વ્યક્તિને મળી શકતી નથી. વાનખેડે અને તેના પિતાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. જે બાદ જ વાનખેડેના પિતાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો: Corona Vaccine : ભારતીયો માટે ખુશીના સમાચાર, કોવેક્સિનને WHOએ મંજૂરી આપતા વિદેશ પ્રવાસ થશે સહેલો, જાણો વિગત
આ પણ વાંચો: IPO Allotment Status: PolicyBazaar ના શેરની થઇ રહી છે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?