‘મનસુખ હિરેનની હત્યા માટે સચિન વાજેએ ચૂકવ્યા 45 લાખ રૂપિયા’, NIAએ બોમ્બે HCમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પર લગાવ્યા આ મોટા આરોપ

|

May 04, 2022 | 8:33 PM

એનઆઈએએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યા કેસમાં (Mansukh Hiren Murder Case) મુખ્ય કાવતરાખોર છે.

મનસુખ હિરેનની હત્યા માટે સચિન વાજેએ ચૂકવ્યા 45 લાખ રૂપિયા, NIAએ બોમ્બે HCમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પર લગાવ્યા આ મોટા આરોપ
Mansukh hiren (File Photo)

Follow us on

મુંબઈમાં મનસુખ હિરેન હત્યા કેસમાં (Mansukh Hiren Murder Case) મોટો ખુલાસો થયો છે. આ માટે પોલીસ અધિકારી સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. NIAએ મનસુખ હિરેનની હત્યા પાછળ પ્રદીપ શર્માને (Pradeep Sharma) મુખ્ય સૂત્રધાર ગણાવીને મુંબઈ હાઈકોર્ટમાં (Bombay HC) ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ જણાવ્યું કે હત્યાનું કાવતરું મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં ઘડવામાં આવ્યું હતું. એનઆઈએએ બોમ્બે હાઈકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મનસુખ હિરેનની હત્યાનો મુખ્ય સુત્રધાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માને જણાવવામાં આવ્યો છે.

NIAના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કામ માટે સચિન વાજેએ પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા. મનસુખ હિરેન દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કારનો માલિક હતો. તેની હત્યા કરવામાં આવી હતી. NIAએ ચાર્જશીટમાં પોલીસ અધિકારી પ્રદીપ શર્માને હત્યાનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. આ સાથે સચિન વાજે પર પ્રદીપને હત્યા માટે 45 લાખ રૂપિયા આપ્યાનો પણ આરોપ છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

‘મુખ્ય કાવતરાખોર પ્રદીપ શર્મા’

એનઆઈએએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા મનસુખ હિરેન હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર છે. પ્રદીપ શર્માની 17 જૂન 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે પ્રદીપ શર્માએ અન્ય આરોપીઓ સાથે પોલીસ કમિશનરની ઓફિસમાં ઘણી બેઠકો કરી હતી. ત્યાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેએ મનસુખ હિરેનની હત્યા માટે પ્રદીપ શર્માને 45 લાખ રૂપિયા આપ્યા હતા.

મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચ, 2021ના રોજ મળ્યો હતો

તપાસ એજન્સીએ બોમ્બે હાઈકોર્ટમાં પ્રદીપ શર્માની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. NIAએ કહ્યું કે તે નિર્દોષ નથી. તેઓએ હત્યા, આતંકવાદી કૃત્યો અને ગુનાહિત ષડયંત્ર જેવા ગુના કર્યા છે. કોર્ટે આ બાબતે સુનાવણી માટે અલગથી 17 જુલાઈની તારીખ નક્કી કરી છે, હવે 17 જુલાઈએ આ બાબતે વધુ ચર્ચા થશે. જણાવી દઈએ કે મનસુખ હિરેનનો મૃતદેહ 5 માર્ચ 2021ના રોજ મુંબઈ નજીક એક ખાડી પરથી મળી આવ્યો હતો. મુકેશ અંબાણીના ઘરે જિલેટીન ભરેલી કાર મનસુખ હિરેનની હતી. NIA આ ઘટનાની તપાસ કરી રહી હતી. આ કેસમાં મુંબઈના અનેક પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા હતા.

Next Article