મુંબઇ : રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (RRVL) ગૌણ હિસ્સાની ખરીદી અને પ્રાથમિક રોકાણના સંયોજન દ્વારા રૂ. 950 કરોડના રોકાણ સાથે (Purple Panda Fashions Pvt) પર્પલ પાંડા ફેશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં 89% ઇક્વિટી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે, આ કંપની ક્લોવિયાના બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. કંપનીની સ્થાપના કરનારી ટીમ અને મેનેજમેન્ટ આ કંપનીમાં શેષ હિસ્સાની માલિકી ધરાવશે.
પંકજ વર્માણી, નેહા કાંત અને સુમન ચૌધરી દ્વારા 2013 માં શરૂ કરાયેલી ક્લોવિયા ભારતની અગ્રણી બ્રિજ-ટુ-પ્રીમિયમ D2C બ્રાન્ડ છે, જે નવા જમાનાની મહિલાઓ માટે મહત્વાકાંક્ષી ઇનરવેર અને લાઉન્જવેરને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે છે. ઇન્ટિમેટ વેરના બજારમાં તે મજબૂત સ્થાન ઘરાવતી ક્લોવિયા નવીનતમ ડિઝાઇન તથા વ્યુહાત્મક રીતે નક્કી કરાયેલા ભાવ માટે ખૂબ જ જાણીતી છે.
ક્લોવિયાની ઓફરિંગમાં 3,500+ પ્રોડક્ટ સ્ટાઇલનો સમાવેશ થાય છે અને આ સ્ટાઇલ્સ ગ્રાહકોના પ્રતિભાવના આધારે અને “ક્લોવિયા કર્વ ફીટ ટેસ્ટ”ની ખાસિયત પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ક્લોવિયા પાસે ટ્રેન્ડિંગ ડિઝાઇન અને નવીન શૈલીઓ ઓફર કરવા માટે મજબૂત ઇન-હાઉસ ડિઝાઇન પ્રક્રિયા છે અને તે એસેટ-લાઇટ આઉટસોર્સ્ડ પ્રોડક્શન મોડલને અનુસરે છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ આ મૂડીરોકાણ અંગે જણાવ્યું કે, “રિલાયન્સ હંમેશા પસંદગીઓને વધારવામાં અને ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય મળે તેવી અનુકૂળતા આપવામાં મોખરે રહી છે. અમને અમારા પોર્ટફોલિયોમાં શૈલી, ગુણવત્તા અને ડિઝાઇન-આગેવાનીવાળી ઇન્ટિમેટ વસ્ત્રોની બ્રાન્ડ ‘ક્લોવિયા’ ઉમેરતાં આનંદ થાય છે. અમે બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ક્લોવિયાની મજબૂત મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરવા આતુર છીએ.”
ક્લોવિયાના સ્થાપક અને સીઇઓ પંકજ વર્માણીએ જણાવ્યું કે, “ક્લોવિયા રિલાયન્સ રિટેલ પરિવારનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે. આ ભાગીદારી દ્વારા, અમે રિલાયન્સના સ્કેલ અને રિટેલ એક્સપર્ટાઇઝનો લાભ મેળવીશું, બ્રાન્ડની હાજરીને વિસ્તારીશું અને ઇન્ટિમેટ વસ્ત્રોની શ્રેણીમાં વિશ્વસ્તરીય ગુણવત્તા, ડિઝાઇન અને ફેશન દ્વારા મજબૂત વેલ્યૂ પ્રપોઝીશનને એકસાથે લાવીશું. અમે ક્લોવિયાને આ શ્રેણીમાં સૌથી વધુ લોકપ્રિય બ્રાન્ડ બનાવવા માટે આતુર છીએ.”
આ હસ્તાંતરણ સાથે, RRVL ઇનરવેર સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે, તેણે પહેલેથી જ ઝીવામી અને અમાંતે બ્રાન્ડ્સ હસ્તગત કરી લીધી છે.
BDA પાર્ટનર્સે ક્લોવિયાના વિશિષ્ટ નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું, જ્યારે શાર્દુલ અમરચંદ મંગલદાસે કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું તથા ડેલોઇટ, હેસકિન્સ એન્ડ સેલ્સ એલએલપીએ આ વ્યવહાર માટે જરૂરી સેવાઓ પૂરી પાડી હતી.
આ પણ વાંચો : કચ્છ : ભુજ પાલિકાએ વધુ બે મિલ્કત સીલ કરી, 26 કરોડ બાકી લેણા સામે હજુ 11 કરોડની જ વેરા વસુલાત !
Published On - 10:32 pm, Mon, 21 March 22