રિયા ચક્રવર્તી ડ્રગ્સ લિંક : બહેનને રાહત તો ભાઈને ઝટકો

સુશાંત સિંહ રાજપૂત મૌત મામલે ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તીને આખરે મળી રાહત. બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તીને આપ્યા શરતી જામીન. 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળી ગયા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, “રિયાએ છૂટ્યા પછી 10 દિવસ પોલીસ સ્ટેશનમાં તેની હાજરી બતાવવી પડશે, પાસપોર્ટ જમા કરાવવો પડશે, કોર્ટની પરવાનગી વિના […]

રિયા ચક્રવર્તી ડ્રગ્સ લિંક : બહેનને રાહત તો ભાઈને ઝટકો
| Edited By: | Updated on: Oct 07, 2020 | 1:10 PM

સુશાંત સિંહ રાજપૂત મૌત મામલે ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ રિયા ચક્રવર્તીને આખરે મળી રાહત. બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તીને આપ્યા શરતી જામીન. 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળી ગયા છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, “રિયાએ છૂટ્યા પછી 10 દિવસ પોલીસ સ્ટેશનમાં તેની હાજરી બતાવવી પડશે, પાસપોર્ટ જમા કરાવવો પડશે, કોર્ટની પરવાનગી વિના વિદેશ યાત્રા ન કરવી જોઈએ અને તપાસ અધિકારીને જાણ કરવી જોઇએ કે જો તેણે ગ્રેટર મુંબઈ છોડવું હોય તો.” આ કેસમાં બહેન રિયાને તો રાહત મળી ગઈ છે પરંતુ ભાઈ શોવિકને ઝટકો લાગ્યો છે. શોવિક ચક્રવર્તી અને અબ્દુલ બશીતના જામીન અરજી કોર્ટે નામંજૂર કર્યા છે. જ્ચારે સુશાંત સિંહ રાજપૂતના કર્મચારીઓ સેમ્યુઅલ મીરાંડા અને દિપેશ સાવંતના જામીન મંજૂર થયા છે. 

રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશિંદેએ જણાવ્યું કે, સત્ય અને ન્યાય જીત્યો છે અને આખરે તથ્યો અને કાયદા અંગેની રજૂઆતો જસ્ટિસ સારંગ વી કોટવાલ દ્વારા સ્વીકારવામાં આવી છે. રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જાણિતા ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગનું આયોજન કરવાના આરોપ હેઠળ, 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જે 14 જૂને તેના મુંબઈ ના બાંદ્રાના ફલૈટમાં મૃત મળી આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:09 pm, Wed, 7 October 20