સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ: ED સમક્ષ હાજર થવાનો રિયા ચક્રવર્તીનો ઈનકાર, SCમાં બિહાર સરકારે આપ્યું સોંગદનામું

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પ્રાઈમ સસ્પેક્ટ છે. EDએ રિયા ચક્રવર્તીને આજે પૂછપરછ માટે બોલાવી હતી પણ રિયાએ ED સમક્ષ હાજર થવાથી ઈનકાર કરી દીધો છે. રિયા આજે પૂછપરછ માટે જશે નહીં. તેમના વકીલે વધુ સમય માગ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ: ED સમક્ષ હાજર થવાનો રિયા ચક્રવર્તીનો ઈનકાર, SCમાં બિહાર સરકારે આપ્યું સોંગદનામું
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:39 AM

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે તેમની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પ્રાઈમ સસ્પેક્ટ છે. EDએ રિયા ચક્રવર્તીને આજે પૂછપરછ માટે બોલાવી હતી પણ રિયાએ ED સમક્ષ હાજર થવાથી ઈનકાર કરી દીધો છે. રિયા આજે પૂછપરછ માટે જશે નહીં. તેમના વકીલે વધુ સમય માગ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટની સુનાવણી સુધી પોતાના નિવેદનને પોસ્ટપોન્ડ કરવાની માગ કરી છે. રિયાના વકીલે EDને અરજી આપી તારીખ માગી છે, જેથી સુપ્રીમ કોર્ટની સુનાવણી પુરી થઈ જાય. ત્યારે EDએ રિયાની માંગને રદ કરી દીધી છે અને તેમને તપાસમાં સહયોગ કરવા માટે કહ્યું છે. EDનું કહેવું છે કે કોઈ છૂટ આપવામાં આવશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું રજૂ કરી રિયા ચક્રવર્તી અને તેમના પરિવારના સભ્યો પર સુશાંતસિંહ રાજપૂતના સંપર્કમાં રહેવાનો આરોપ લગાવ્યો છે. જેનો ઉદ્દેશ અભિનેતાના કરોડો રૂપિયા હડપવા અને ત્યારબાદ તેઓ માનસિક બિમાર હોવાની ખોટી તસ્વીર ઉભી કરવાનું જણાવાયું છે.

 

વરિષ્ઠ પોલીસ અધિક્ષક દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ સોંગદનામામાં કહેવામાં આવ્યું કે રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂતને પોતાના ઘરે લઈ ગઈ અને તેમને દવાનો ઓવરડોઝ આપવાનો શરૂ કરી દીધો. બિહાર પોલીસનું કહેવું છે કે તેને મુંબઈ પોલીસના અસહયોગ છતાં તપાસમાં ઘણા પુરાવા મળ્યા છે અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પુરાવા ભારતમાં ઘણા સ્થાનો પર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:37 am, Fri, 7 August 20