Shivshahir Babasaheb Purandare Death : છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્રને લોકો સુધી પહોંચાડનારા વરિષ્ઠ મરાઠી સાહિત્યકાર શિવશાહીર બાબાસાહેબ પુરંદરેનું (Shivshahir Babasaheb Purandare)નિધન થયું છે. બાબાસાહેબની છેલ્લા 3 દિવસથી પુણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં સોમવારે સવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પીએમ મોદીએ પણ શિવ શાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજ્ય સન્માન સાથે બાબાસાહેબ પુરંદરેના અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે.
બાબાસાહેબ પુરંદરે શિવાજી મહરાજનો ઈતિહાસ ઉજાગર કર્યો હતો
બાબાસાહેબ પુરંદરેનું મૂળ નામ શિવશહર બળવંત મોરેશ્વર પુરંદરે હતું. તેમનો જન્મ 29 જુલાઈ, 1922ના રોજ પુણેના સાસવડમાં થયો હતો. તેમની પત્નીનું નામ નિર્મલા (Nirmala Purandare) હતું, બાબાસાહેબના પત્ની શૈક્ષણિક કાર્ય માટે જાણીતા હતા અને તેમને ‘પુણ્ય ભૂષણ’ એવોર્ડ પણ મળ્યો હતો. તેમજ પ્રખ્યાત શિવશાહીર બાબાસાહેબ પુરંદરેને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
પુરંદરેના નિધનથી ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો : PM મોદી
PM મોદીએ પણ શિવ શાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હું આ સમાચારથી દુ:ખી છું અને મારી પાસે શબ્દો નથી. બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઇતિહાસ અને સંસ્કૃતિની દુનિયામાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. તેમના કારણે આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ (Shivaji Mahraj) સાથે વધુ જોડાયેલી રહેશે.
I am pained beyond words. The demise of Shivshahir Babasaheb Purandare leaves a major void in the world of history and culture. It is thanks to him that the coming generations will get further connected to Chhatrapati Shivaji Maharaj. His other works will also be remembered. pic.twitter.com/Ehu4NapPSL
— Narendra Modi (@narendramodi) November 15, 2021
કેન્દ્ર સરકારે આ ઈચ્છા પુરી કરી હતી
બાબાસાહેબની પુત્રી માધુરી પુરંદરે ગાયક અને લેખિકા છે. બાબાસાહેબ પુરંદરેની ઈચ્છા દિલ્હીના લાલ કિલ્લા પર શિવાજી નાટકનું મંચન કરવાની હતી. જે કેન્દ્ર સરકારે વર્ષ 2018માં પૂર્ણ કરી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા 6-10 એપ્રિલની વચ્ચે લાલ કિલ્લા પર તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો
આ પણ વાંચો: Shilpa Shetty Fraud Case: છેતરપિંડી કેસમાં ફરિયાદ થઇ હોવાનું જાણીને શિલ્પા ચોંકી ઉઠી, કહી દીધું કંઈક આવું