રાહુલ ગાંધીને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવશે, મધ્યપ્રદેશમાં બોલ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ

|

Jan 07, 2023 | 7:15 PM

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જે પ્રશ્ન રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા પૂછવો જોઈતો હતો તે આજે તેઓ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધીને પણ દર્શન માટેનું આમંત્રણ મોકલવામાં આવશે.

રાહુલ ગાંધીને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવશે, મધ્યપ્રદેશમાં બોલ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ
Devendra Fadnavis

Follow us on

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવશે. બીજેપીના વરિષ્ઠ નેતાનું આ નિવેદન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ પર પ્રહાર કર્યાના એક દિવસ પછી આવ્યું છે અને જાહેરાત કરી હતી કે ભવ્ય રામ મંદિર 1 જાન્યુઆરી, 2024 સુધીમાં તૈયાર થઈ જશે. શાહના નિવેદન સાથે જોડાયેલા સવાલના જવાબમાં ફડણવીસે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પત્રકારોને કહ્યું કે રાહુલ ગાંધીને રામ મંદિરની મુલાકાત લેવા માટે બોલાવવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે ગુરુવારે ત્રિપુરાના સબરૂમમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,500 કિલોમીટરની ભારત જોડો યાત્રા કાઢી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, રાહુલ બાબા સાંભળો, ભવ્ય રામ મંદિર 1 જાન્યુઆરી, 2024 સુધીમાં તૈયાર થઈ જશે. તમને પણ આમંત્રણ છે.

10 વર્ષ પહેલા રાહુલને જે પૂછવું હતું તે આજે પૂછી રહ્યા છે

ફડણવીસ મધ્યપ્રદેશના જળ સંરક્ષણ પર રાજ્ય મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક પરિષદ (વોટર વિઝન @ 2047 કોન્ફરન્સ)માં ભાગ લેવા ભોપાલ આવ્યા હતા. અહીં અમિત શાહના નિવેદન અંગે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને અચાનક જૂની વાતો યાદ આવી ગઈ. 10 વર્ષ પહેલાં તેણે જે પૂછવું જોઈતું હતું તે આજે તે પૂછી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ બાદ રાહુલ ગાંધીને પણ દર્શન માટે બોલાવવામાં આવશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ફડણવીસે મધ્યપ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી

દેવેન્દ્ર ફડણવીસે મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન જળ સંરક્ષણ મામલે શિવરાજ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશે જળ સંરક્ષણના મામલે ખૂબ સારું કામ કર્યું છે. આમાંથી અમને પણ ઘણું શીખવા મળ્યું. હું મહારાષ્ટ્રનો મુખ્યપ્રધાન બન્યો ત્યારે મધ્યપ્રદેશમાં સિંચાઈ ક્ષેત્રે જે કામ થયું તે મહારાષ્ટ્રમાં અમલમાં મૂક્યું. આ સાથે મહારાષ્ટ્રમાં રવિ પાકનું ઉત્પાદન બમણું થયું છે.

બંને રાજ્યો વચ્ચેના પાણીના વિવાદ અંગે ફડણવીસે કહ્યું કે કોઈ વિવાદ નથી. અમે અમારા હિસ્સાનું પાણી લઈ રહ્યા છીએ. બંને રાજ્યોમાં યોગ્ય સંકલન છે. એક સંયુક્ત સમિતિ છે જે આ અંગે નિર્ણય લે છે. ફડણવીસે કહ્યું કે અમે મધ્યપ્રદેશ સાથે તાપ્તી મેગા રિચાર્જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. બંને રાજ્યોને તેનો ફાયદો થશે.

Published On - 7:14 pm, Sat, 7 January 23

Next Article