પૂણેમાં (Pune Metro) દ્રષ્ટિહીન બાળકો માટે એક શાળાની સાત વર્ષની વિદ્યાર્થીની શ્રેયા ગાઢવેએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેની તેમની મેટ્રો પ્રવાસ દરમિયાનની વાતચીતને ટૂંકી પરંતુ યાદગાર ગણાવી હતી. ગરવારે મેટ્રો સ્ટેશનથી આનંદનગર સ્ટેશન સુધીની તેમની 10 મિનિટની મુસાફરી દરમિયાન, પીએમ મોદીએ મેટ્રો કમ્પાર્ટમેન્ટમાં અલગ-અલગ-વિકલાંગ બાળકો સાથે વાતચીત કરી, જેમાંથી કેટલાક દૃષ્ટિહીન હતા. આ પહેલા પીએમ મોદીએ કિઓસ્ક પરથી ટિકિટ ખરીદીને પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના એક વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂના સ્કૂલ ઑફ બ્લાઈન્ડ ગર્લ્સની વિદ્યાર્થિની શ્રેયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મૃદુભાષી છે. શ્રેયાએ કહ્યું, “આ એક એવી ક્ષણ હતી જે જીવનભર ક્યારેય નહીં ભૂલાય.”
શ્રેયાએ કહ્યું કે તે રવિવારે પૂણેની મુલાકાત દરમિયાન વડાપ્રધાનને મળવાની સંભાવનાથી વાકેફ હતી, પરંતુ તે નિશ્ચિત ન હતુ. શ્રેયાએ કહ્યું, “મને છેલ્લી ઘડીએ મેસેજ મળ્યો અને ગરવારે મેટ્રો સ્ટેશન પર પહોંચી. વડાપ્રધાન તે ડબ્બામાં પ્રવેશ્યા જે ડબ્બામાં અમે બેઠા હતા.” શ્રેયાએ કહ્યું કે વડાપ્રધાન ખૂબ જ મૃદુભાષી અને વિનમ્ર છે. તેણીએ કહ્યું, “વડાપ્રધાને મને પૂછ્યું – મારું નામ શું છે, હું ક્યાં અભ્યાસ કરું છું, મારે જીવનમાં શું બનવું છે વગેરે વગેરે. મેં તેમને કહ્યું કે પ્લેબેક સિંગર બનવાના લક્ષ્ય સિવાય હું ભારતીય વહીવટી સેવા અધિકારી બનવા માંગુ છું.
શ્રેયાએ કહ્યું કે પીએમ મોદી એ સાંભળીને ચોંકી ગયા કે “હું એક IAS ઓફિસર બનવા ઈચ્છુ છું”. શ્રેયાએ જણાવ્યું કે પીએમે તેમને કહ્યું, “તમે ખૂબ નાની ઉંમરમાં IAS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું વિચારી રહ્યા છો. મોદીજીએ મારા ડ્રેસના પણ વખાણ કર્યા.” મેટ્રો કમ્પાર્ટમેન્ટમાં હાજર સતીશ એકનાથ નામના અન્ય એક દૃષ્ટિહીન વિદ્યાર્થીએ કહ્યું કે વડાપ્રધાન સાથે વાતચીત કરવી એ તેમના માટે ખાસ અનુભવ છે. તેણે કહ્યું, “વડાપ્રધાને અમારી સાથે મરાઠીમાં વાત કરી. તેમણે અમને અમારા લક્ષ્ય વિશે પૂછ્યું. તેમણે અમને જીવનમાં સફળતાની શુભેચ્છા પાઠવી.
વિમલબાઈ ગરવારે સ્કૂલની વિદ્યાર્થીની રસિકા શિખરેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે વાતચીત કરવી તેમના અને અન્ય વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન જેવું હતું. આ દરમિયાન, કોંગ્રેસે વડાપ્રધાન મોદીની મુલાકાત અને મેટ્રો રાઈડ દરમિયાન સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ બાળકો સાથે વાતચીત કરવા બદલ તેમની ટીકા કરી હતી. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે “સ્પીડ અને સ્કેલ” સૌથી મહત્વપૂર્ણ હોવાનું જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થતો હતો.
આ પણ વાંચો : Maharashtra : માલેગાંવના ભયાનક અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ગંભીર રીતે ઘાયલ