19 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મુંબઈના પ્રવાસે, ઉદ્ધવ ઠાકરેના બંગ્લાની બહાર PM, CMના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા

|

Jan 17, 2023 | 7:06 PM

રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કહ્યું કે વડાપ્રધાનના પ્રવાસ પહેલા પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને સીએમ એકનાથ શિંદેની આગેવાનીવાળી બાલાસાહેબચી શિવસેના માટે અનૂકૂળ વાતાવરણ બનશે.

19 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મુંબઈના પ્રવાસે, ઉદ્ધવ ઠાકરેના બંગ્લાની બહાર PM, CMના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા
PM Modi
Image Credit source: Twitter

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે (19 જાન્યુઆરીએ) મુંબઈની મુલાકાતે છે. વડાપ્રધાનના મુંબઈ પ્રવાસના બે દિવસ પહેલા શહેરમાં પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરેના આવાસની બહાર વડાપ્રધાન, શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મોટા-મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે.

રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ કહ્યું કે વડાપ્રધાનના પ્રવાસ પહેલા પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધશે અને BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને સીએમ એકનાથ શિંદેની આગેવાનીવાળી બાલાસાહેબચી શિવસેના માટે અનૂકૂળ વાતાવરણ બનશે.

શિંદેના નેતૃત્વવાળુ શિવસેના જૂથ અને ભાજપની નજર આર્થિક રીતે સદ્ઘર BMCની ચૂંટણી જીતવા પર છે, જ્યાં છેલ્લા 25 વર્ષથી શિવસેનાની સત્તા છે. આ નગર નિગમનો કાર્યકાળ ગયા વર્ષે માર્ચમાં પૂર્ણ થયો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો: શિવસેનાના નામ અને ચિહ્ન પરના વિવાદ પર આજે નિર્ણય ન આવ્યો, જાણો ક્યારે થશે આગામી સુનાવણી

ઠાકરેના બંગ્લાની બહાર PM, CMના મોટા મોટા કટઆઉટ

મુંબઈના ઉપનગર બાંદ્રામાં શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના આવાસ પાસે વડાપ્રધાન મોદી, મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અન્ય નેતાઓના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી ગુરૂવારે મુંબઈનો પ્રવાસ કરશે. તે દરમિયાન અલગ અલગ યોજનાની આધારશિલા મુકશે અને બે મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કરશે.

જેનાથી મહાનગરમાં પરિવહન સુવિધાઓમાં સુધારો હશે. વડાપ્રધાન મોદી 50થી વધારે બાલાસાહેબ ઠાકરે દવાખાનાની શરૂઆત પણ કરશે. આ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે અને બીમારીઓની સારવાર માટે શિંદે-ફડણવીસ સરકાર તરફથી લેવામાં આવેલું પગલું છે.

BMC ચૂંટણીની તૈયારીઓની શરૂઆત

ભાજપ નેતાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ અમારૂ મનોબળ વધારશે અને નગર નિગમની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ અને શિંદે જૂથ માટે એક અનૂકૂળ વાતાવરણ બનાવવામાં મદદ મળશે. મોટા-મોટા કટઆઉટ નાગરિકો અને રાજકીય વિરોધીઓ માટે અમારો સંદેશ છે કે અમે BMCને સંભાળી શકીએ છીએ અને અમને એક તક મળવી જોઈએ. ત્યારે જોવાનું એ રહેશે કે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને મુંબઈમાં ઠાકરે જૂથ પોતાની શું પ્રતિક્રિયા આપે છે.

આદિત્ય ઠાકરે એ લખ્યો BMC કમિશનરને પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈના પ્રવાસ પહેલા જ રાજકારણ ગરમાયું છે. આ લડાઈ પાછળનું કારણ વિકાસના કામોનો શ્રેય લેવાની સ્પર્ધા છે. શિવસેનાના ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખ્યો હતો. BMC કમિશનરને લખેલા આ પત્રમાં આદિત્ય ઠાકરેએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ ધ્યાન દોર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં આવતા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે.

Next Article