નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવી Vande Bharat Expressને પ્રસ્થાન કરાવ્યું, 120 વિદ્યાર્થીઓને મળી ટ્રેનમાં ફ્રી મુસાફરીની તક

|

Feb 10, 2023 | 6:49 PM

મુંબઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી મુંબઈથી શિરડી અને મુંબઈથી સોલાપુર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યુ હતું. જેમાં 120 વિદ્યાર્થીઓને ફ્રીમાં મુસાફરી કરવાનો મોકો મળ્યો હતો.

નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવી Vande Bharat Expressને પ્રસ્થાન કરાવ્યું, 120 વિદ્યાર્થીઓને મળી ટ્રેનમાં ફ્રી મુસાફરીની તક
PM Narendra Modi

Follow us on

PM નરેન્દ્ર મોદીએ આજે મુંબઈની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુંબઈના 120 વિદ્યાર્થીઓ વંદે ભારત એક્સપ્રેસમાં મફત મુસાફરી કરવાની તક મળી હતી. મહારાષ્ટ્રને આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શિરડી અને સોલાપુર સુધીની બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. આમાં મુસાફરી કરવાનો મોકો મેળવનાર 120 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર અને રેલવે દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરે છે.

રેલવેને લગતી માહિતી સાથે જોડાયેલી વિવિધ સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાને કારણે તેને મુંબઈથી કલ્યાણ સુધીની મુસાફરીનો અનુભવ કરવાની તક મળી. મધ્ય રેલવેએ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચવા માટે લગભગ 10 હજાર વીડિયો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે વંદે ભારત એક્સપ્રેસ, બુલેટ ટ્રેન અને ભારતીય રેલવેનું આધુનિકરણ, રેલવેમાં સ્વચ્છતા અભિયાન જેવા મુદ્દાઓ પર નિબંધ, કવિતા, ચિત્ર અને ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીઓને વંદે ભારતમાં મફતમાં મુસાફરી કરવાનો મોકો મળ્યો

આ સ્પર્ધાઓ કોલાબાની કેન્દ્રીય વિદ્યાલય અને કલ્યાણ રેલવે શાળા સહિત કુલ 19 શાળાઓમાં યોજાઈ હતી. આ સ્પર્ધાઓના વિજેતાઓને વંદે ભારત એક્સપ્રેસમાં મફત મુસાફરી કરવાની તક મળી. CSMT થી શિરડી અને CSMT થી સોલાપુર બંને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં 60-60 બાળકોએ મુસાફરી કરી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વંદે ભારત એક્સપ્રેસ આ બે રૂટ પર ત્રણ તબક્કામાં મુસાફરી કરશે

આ બંને ટ્રેનની મુસાફરીમાં ત્રણ સ્ટોપ હશે. પ્રથમ રૂટની વંદે ભારત ટ્રેન સીએસએમટીથી કલ્યાણ, કલ્યાણથી નાશિક અને નાશિકથી શિરડી જશે અને બીજો રૂટ વંદે ભારત સીએસએમટીથી કલ્યાણ, કલ્યાણથી પુણે અને પૂણેથી સોલાપુર જશે. 120-120 વિદ્યાર્થીઓની બે ટીમો બનાવવામાં આવી છે. સીએસએમટીથી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ કલ્યાણમાં ઉતરશે.

ત્યારબાદ વિદ્યાર્થીઓની બીજી ટીમ કલ્યાણ ખાતે ટ્રેનમાં ચડશે. 3 થી 4 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સને પણ વંદે ભારતમાં મુસાફરી કરવાની તક મળશે. રેલવેએ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવાની યોજના હેઠળ આ આયોજન કર્યું છે.

Next Article