Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

|

Sep 19, 2021 | 8:19 PM

પ્રીતમ મુંડેએ કહ્યું, "મોદી વિશે સારું કહેનારા 10 લોકો હશે તો બે-ચાર લોકો તેમની ટીકા કરનારા પણ હશે. પરંતુ મોદી આનાથી વિચલિત થતા નથી. તેઓ પોતાનું કામ કરતા રહે છે."

Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે, ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?
પ્રીતમ મુંડે અને પીએમ મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) છેલ્લા સાત વર્ષથી એક પણ પત્રકાર પરિષદ યોજી નથી. આ કારણે તેની ઘણી વખત ટીકા પણ થાય છે. પરંતુ પીએમ મોદીના આ કાર્યના મહારાષ્ટ્રમાં કટ્ટર સમર્થક છે. માત્ર સમર્થકો જ નહીં પણ અનુયાયીઓ પણ હાજર છે.

 

તેમનું નામ ભાજપના સાંસદ પ્રીતમ મુંડે (Pritam Munde, BJP) છે. પ્રિતમ મુંડે ભાજપના નેતા અને ફડણવીસ સરકારમાં મંત્રી પંકજા મુંડેની (Pankaja Munde, BJP) બહેન છે, સાથે સાંસદ અને સ્વર્ગીય ગોપીનાથ મુંડેની પુત્રી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

પ્રિતમ મુંડેએ આ નિવેદન મરાઠાવાડા મુક્તિ સંગ્રામ દિવસ પર એક કાર્યક્રમમાં બોલતી વખતે આપ્યું હતું. તેમણે કહ્યું, “પીએમ મોદી વિશે મને સૌથી વધુ કોઈ વાત ગમતી હોય તો એ છે કે તેમણે છેલ્લા સાત વર્ષમાં એક પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી. તેઓ પ્રેસ કોન્ફરન્સ કરતા નથી, જેના કારણે તેમની ટીકા પણ કરવામાં આવી છે.

 

પરંતુ તેઓ તેમનું કામ કરતા રહે છે. પોતાના માર્ગ પર ચાલતા રહે છે. મોદી વિશે સારું કહેનારા 10 લોકો હશે તો તેમની ટીકા કરનારા પણ બે -ચાર લોકો હશે. પરંતુ મોદી આનાથી વિચલિત થતા નથી. તેઓ પોતાનું કામ કરતા રહે છે.”

 

આ કારણે પ્રીતમ મુંડેએ પીએમ મોદી પર આ નિવેદન આપ્યું

પીએમ મોદીનો આ ગુણ પ્રીતમ મુંડેમાં પણ હાજર છે. તેઓ પણ પત્રકાર પરિષદ કરતા નથી. તેમને પણ એવી ફરિયાદ કરવામાં આવતી હોય છે કે તેઓ પત્રકારો સાથે વાત કરતા નથી. એટલા માટે પ્રિતમ મુંડેએ પોતાના પર ઉઠેલા સવાલનો જવાબ પણ આપ્યો કે જો તેઓ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા તો પીએમ મોદી પણ નથી કરતા અને તેમને પીએમ મોદીની આ જ વાત પસંદ છે.

 

પરંતુ પીએમ મોદી કેમેરા શાઈ નથી, તેઓ પત્રકારો સાથે હળીમળી ગયા છે. બીજી તરફ પ્રીતમ મુંડેને કેમેરા શાઈ કહેવામાં આવે છે. પંકજા મુંડે જે રીતે પત્રકારો સાથે ભળી ગયા છે, તે રીતે પ્રીતમ મુંડે ભળી શક્યા નથી. ઘણી વખત પ્રીતમ મુંડેના મનમાં અસંતોષ હોય તો પણ તે પંકજા મુંડેના નિવેદનો પરથી જાહેર થાય છે.

 

જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું હતું, ત્યારે મંત્રીપદ માટે માત્ર પંકજા મુંડેનું જ નહીં પણ પ્રીતમ મુંડેનું નામ પણ ઉછળ્યું હતું અને જ્યારે મંત્રીપદ ન મળ્યું ત્યારે પંકજા મુંડેએ નારાજગી વ્યક્ત કરી હતી પણ પ્રીતમ મુંડે મૌન રહ્યા.

 

બીડને એનસીપીમાંથી મુક્ત કરવા કરી હાંકલ

આ પ્રસંગે પ્રીતમ મુંડેએ બીડ જિલ્લાને એનસીપીમાંથી મુક્ત કરવા પણ હાકલ કરી હતી. પ્રીતમ મુંડેએ કહ્યું કે બીડ જિલ્લો ભ્રષ્ટ એનસીપીથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે આજે કોન્ટ્રાક્ટરો પાસે પોતાના કામો કરાવી રહ્યા છે. જે રસ્તાઓના નિર્માણમાં તેમનો કોઈ સબંધ નથી તે રસ્તાઓના કામનો શ્રેય પણ એનસીપીના લોકો લઈ લે છે. પ્રિતમ મુંડેએ વર્તમાન ધારાસભ્ય ધનંજય મુંડે પર આકરા પ્રહારો કર્યા હતા.

 

તમને જણાવી દઈએ કે પ્રીતમ મુંડે લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમની બહેન પંકજા મુંડેને તેમના પિતરાઈ ભાઈ એનસીપી નેતા ધનંજય મુંડેએ વિધાનસભા ચૂંટણીમાં પરલી મતવિસ્તારમાંથી હરાવ્યા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. પરલી વિસ્તાર પણ બીડ જિલ્લામાં છે.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ

Next Article