Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

|

Nov 22, 2022 | 11:07 PM

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે.

Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

Follow us on

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો તેમના વિરુદ્ધ ભડક્યા છે. તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ છે, આજના આદર્શ નીતિન ગડકરી છે. જેને લઈને મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ફોજદારી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.

રાજ્યપાલને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે, અરજદારની માંગ

આ પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલ કોશ્યારી તેમના વિવાદાસ્પદ નિવેદનોથી સમાજમાં શાંતિ અને એકતાને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે. ક્યારેક તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો ક્યારેક મહાત્મા ફુલે વિશે તો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલે વિશે અપમાનજનક નિવેદનો કરતા રહ્યા છે. તેથી જ રાજ્યપાલને પદ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?

રાજ્યપાલને દિલ્હી બોલાવવામાં આવ્યા, 24 અને 25 તારીખે દિલ્હીમાં હશે

આ દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ 24 અને 25 નવેમ્બરે દિલ્હીમાં રહેશે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કોને મળશે તેના પર સૌની નજર રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ પરના તેમના નિવેદન અંગે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થશે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ગત વખતે રાજ્યપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ એક પત્રકારે હંગામો કર્યા બાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તેમને બોલવાની મનાઈ છે. તેમના આ નિવેદનની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

Next Article