Mumbai: કેટલાક અસામાજિક તત્વોએ મુંબઈના પનવેલમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. નવા પનવેલમાં એક સોસાયટીના ઘરની બહાર PFI ઝિંદાબાદના મેસેજ અને સૂતળી બોમ્બ મળી આવ્યા હતા. પીએફઆઈ ઝિંદાબાદ અને સુતળી બોમ્બ સાથે લખેલ પત્ર મળ્યા બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના નવા પનવેલની એક સોસાયટીમાં બની હતી.
મળતી માહિતી મુજબ, ઘટના મુંબઈના પનવેલની છે, જ્યાં પીએફઆઈ ઝિંદાબાદ મેસેજ સાથેનો એક લેટર અને સૂતળી બોમ્બ મળી આવ્યા હતા. પીએફઆઈ ઝિંદાબાદ મેસેજ સાથે બે સૂતળી બોમ્બ મૂકવાની ઘટના બાદ નવા પનવેલમાં ભયનો માહોલ સર્જાયો હતો.
એવું કહેવામાં આવ્યું હતું કે PFI ઝિંદાબાદનો આ સંદેશ સોસાયટીના કેટલાક ફ્લેટની બહાર લખવામાં આવ્યો હતો. આ ઘટના અંગે સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ખંડેશ્વર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નવી પનવેલ સોસાયટીના રહેવાસીના દરવાજા પર “PFI” સંસ્થા ઝિંદાબાદનો મેસેજ લખાયેલો જોવા મળ્યો. આ સાથે બે જીવતા સૂતળી બોમ્બ પણ રાખવામાં આવ્યા હતા. તે જ સમયે, દરેકના ઘરની બહાર 786 નંબર લખવામાં આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઘટના અંગે રહીશોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી ઘટનાની તપાસ શરૂ કરી હતી.
વર્ષ 2022માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પુણે, માલેગાંવ અને ન્યું મુંબઈ, ભિવંડી અને મહારાષ્ટ્ર રાજ્યના અન્ય શહેરોમાં દરોડા પાડ્યા હતા અને PFI સંગઠન સાથે સંકળાયેલા લગભગ 20 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પછી પીએફઆઈ સંગઠનની ચર્ચા શરૂ થઈ અને તેના પર દેશ વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો. જેના કારણે આ સંગઠન પનવેલમાં પણ ચર્ચામાં રહ્યું હતું. શુક્રવારે બનેલી ઘટનાને કારણે PFI સંસ્થા ફરી એકવાર ચર્ચામાં છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો