26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા

|

Nov 26, 2021 | 4:34 PM

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 26/11ના હુમલાના 13 વર્ષ બાદ પણ 166 પીડિતોના પરિવારો ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. 

26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા
India- Pakistan

Follow us on

Mumbai Attack Anniversary: 26/11ના મુંબઈ આતંકી હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનના રાજદ્વારીને બોલાવ્યા. ભારતે 26/11ના મુંબઈ આતંકી હુમલાના મામલામાં પાકિસ્તાન પાસે વહેલી સુનાવણીની માગ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 26/11ના હુમલાના 13 વર્ષ બાદ પણ 166 પીડિતોના પરિવારો ટ્રાયલ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. 

આજે, 26 નવેમ્બર 2021ના રોજ, મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના 13 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા આ દિવસે આતંકવાદીઓએ પોતાના નાપાક મનસૂબાથી સપનાના શહેરને ડરાવી દીધું હતું. ત્યારે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ લગભગ 4 દિવસ સુધી 12 હુમલા કર્યા હતા. મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પર થયેલા હુમલામાં 15 દેશોના 166 લોકો માર્યા ગયા હતા. 

2008ના મુંબઈ હુમલા, જેને 26/11 બ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. આ વિસ્ફોટો, પાકિસ્તાન સાથે પહેલાથી જ વણસેલા સંબંધો સાથે, ભારત સરકારને આતંકવાદ વિરોધી કામગીરી માટે ગંભીર અભિગમ અપનાવવા અને તેના પાસાઓની ફરીથી તપાસ કરવા માટે પ્રેરિત કર્યા. 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પાકિસ્તાન 13 વર્ષ પછી પણ ઈમાનદાર નથી

પાકિસ્તાને 26/11ની 13મી વરસી પર પણ પીડિતોને ન્યાય અપાવવામાં ઇમાનદારી દાખવી નથી, ભારત દ્વારા તેની જાહેર સ્વીકૃતિ સહિતના તમામ પુરાવા ઉપલબ્ધ હોવા છતાં. 7 નવેમ્બરના રોજ, પાકિસ્તાનની અદાલતે હાફિઝ સઈદના આદેશ પર ભયાનક હુમલામાં સામેલ છ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને 2008ના મુંબઈ હુમલાના નેતા ઝકી-ઉર-રહેમાન લખવીની પણ દેશના પંજાબ પ્રાંતના કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે તે 2015થી જામીન પર હતો. 

લિસ્ટમાંથી 4000 આતંકીઓના નામ હટાવ્યા

આતંકવાદી લખવીની પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો તપાસ અને વળતા આરોપોથી બચવા માટે તેમના નામ બદલતા રહે છે. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી સંગઠને તેમના પર દેખરેખ વધારી દીધી છે. 

અગાઉ, આ વર્ષે એપ્રિલમાં, ન્યૂયોર્ક સ્થિત એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ-અપે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાને તેની ટેરર ​​વોચ લિસ્ટમાંથી લગભગ 4,000 આતંકવાદીઓના નામ ચૂપચાપ કાઢી નાખ્યા છે. જે નામો હટાવવામાં આવ્યા છે તેમાં લશ્કરના નેતા અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝાકીર ઉર રહેમાન લખવી અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

Published On - 4:33 pm, Fri, 26 November 21

Next Article