હવે સંજય રાઉતનો વારો ! ‘ચોર મંડળી’ વાળા નિવેદનનો કેસ ઉપરાષ્ટ્રપતિ સુધી પહોચ્યો

એકનાથ શિંદેએ શિવ સેનાને તોડી નાખી અને પોતે ભાજપ સાથે સરકારની રચના કરી, ત્યારે સંજય રાઉતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. કોલ્હાપુરની મુલાકાતે ગયેલા સંજય રાઉતે 1 માર્ચે કહ્યું કે, તે વિધાન મંડળી નથી પણ ચોર મંડળી છે.

હવે સંજય રાઉતનો વારો ! ચોર મંડળી વાળા નિવેદનનો કેસ ઉપરાષ્ટ્રપતિ સુધી પહોચ્યો
| Edited By: | Updated on: Mar 26, 2023 | 7:42 AM

કોઈને કોઈ કેસમાં ફસાયેલા વિપક્ષના ઘણાબધા નેતાઓની ખુરશી જતી રહી છે. કોર્ટ દ્વારા સજા ફટકાર્યા બાદ ઘણા નેતાઓએ તેમનુ ધારાસભ્યપદ અથવા તો સાંસદનું પદ ગુમાવી દીધુ છે. તાજેતરમાં રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા ગઈ છે. હવે ઉદ્ધવ જૂથ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતનુ પદ પણ જોખમમાં આવી ગયું છે.

રાહુલ ગાંધી પછી, હવે સંજય રાઉત સામે સભ્યપદ ગુમાવવાનુ જોખમ તોળાઈ રહ્યું છે. ચોર મંડળીના નિવેદનનો કેસ હવે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પાસે પહોંચી ગયો છે. હવે રાજ્ય સભાના અધ્યક્ષ આ બાબતે શું નિર્ણય લે છે તેના પર રાઉતની સદસ્યતાનો નિર્ણય રહેશે.

 જવાબ અસંતોષકારક

આ મહિનાની શરૂઆતમાં, મહારાષ્ટ્ર પરિષદના ઉપરાષ્ટ્રપતિ નીલમ ગોરહેએ શિવ સેના (યુબીટી) નેતા સંજય રાઉતને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી વિશેષાધિકાર ઉલ્લંઘન નોટિસનો જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો. જે પછી જ્યારે રાઉતે જવાબ મોકલ્યો, ત્યારે તેને “અસંતોષકારક” ગણાવવામાં આવયો હતો. મહારાષ્ટ્ર પરિષદમાં બોલતા, ગોરહેએ કહ્યું કે રાઉતે તેમના જવાબમાં ગૃહની વિશેષાધિકાર સમિતિની રચના, તેની ન્યાયીપણા અને કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે આ વિશે કહ્યું- “રાજ્યસભાના એક વરિષ્ઠ સભ્ય હોવાના સંબંધે, એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ વિશેષાધિકાર સમિતિની કામગીરી અંગે પ્રશ્નો ઉભા કરે. તેથી હું તેના જવાબ સાથે સંપૂર્ણ રીતે સંમત નથી અને મને તે સંતોષકારક નથી લાગતો. આ મામલો રાજ્યસભાના અધ્યક્ષને મોકલવામાં આવ્યો છે કારણ કે સંજય રાઉત રાજ્યસભાના સભ્ય છે. ”

શું છે સમગ્ર વિવાદ

હકીકતમાં, જ્યારે એકનાથ શિંદેએ શિવ સેનાને તોડી નાખી અને પોતે ભાજપ સાથે સરકારની રચના કરી, ત્યારે સંજય રાઉતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. કોલ્હાપુરની મુલાકાતે ગયેલા સંજય રાઉતે 1 માર્ચે કહ્યું કે, તે વિધાન મંડળી નથી પણ ચોર મંડળી છે. જ્યારે વિવાદ વધ્યો, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે તેણે શિંદ જૂથ માટે શબ્દનો પ્રયોગ કર્યો હતો.

આ નિવેદન માટે સંજય રાઉતની ગંભીર ટીકા કરવામાં આવી હતી. તેમની ટિપ્પણીએ આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીમાં પણ વિક્ષેપ પાડ્યો હતો. રાઉત સામે એક વિશેષાધિકારનો ઠરાવ લાવવામાં આવ્યો હતો અને વિધાનસભાના અધ્યક્ષે, વિધાનસભા વિરુદ્ધ સંજય રાઉતે કરેલા કથિત અપમાનજનક નિવેદનની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.