
ભારતીસિંહ (Bharti Singh) અને હર્ષ લીંબાચીયાની (Harsh Limbachiyaa) ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. જો કે કેટલાક સમય બાદ બન્નેને જામીન મળી ગયાં હતાં. જેલથી બહાર આવ્યા બાદ ભારતીએ પહેલીવાર મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેની વાપસી પર વાત કરી હતી. ભારતીએ ફોટોગ્રાફર્સને કહ્યું કે “તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમે સૌએ એટલો પ્રેમ આપ્યો કે હું બહાર આવી ગઈ અને હવે કપિલ શર્મા શોમાં પણ આવી.” ભારતી અને હર્ષના જેલમાં ગયા બાદ તેમને ખૂબ ટ્રોલ કરાયા હતાં. ટ્રોલીંગથી પરેશાન થયાં બાદ ભારતીએ કોમેન્ટ સેક્શનને લિમીટેડ કરી દીધું હતું. જો કે, હર્ષે કેટલીયે વાર ટ્રોલર્સના ક્લાસ લીધા છે.
Bharti Singh
ભારતીના જેલ ગયા બાદ સોશિયલ મીડિયા પર કોમેડિયનને કપિલ શર્મા શોમાં પ્રતિબંધીત કરવાની માંગ ઉઠી હતી. તે બાદ ખબર આવી હતી કે શોના મેકર્સ ભારતીને શોની બહાર કરવા માંગે છે. કારણ કે, તેઓ નથી ચાહતા કે ભારતીના કારણે શો પર કોઈ અસર પડે. એ દરમ્યાન એવું પણ કહેવાયું કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકે ભારતીને પૂરો સપોર્ટ કર્યો હતો.
આ પણ વાંચો: Big News: ઈન્ટર્ન તબીબોએ હડતાળ પરત ખેંચી, DyCM નીતિન પટેલે બાંયધરી આપતા લીધો નિર્ણય
કૃષ્ણાએ કર્યો હતો સપોર્ટ
કૃષ્ણા અભિષેકે ભારતીને સપોર્ટ કરતા કહ્યું હતું કે, કપિલ અને હું હંમેશા ભારતીસિંહની સાથે છીએ ચાહે કંઈપણ થઈ જાય. અગર શોમાંથી ભારતીને બહાર કરવાની વાત આવશે તો પણ હું ભારતીને સપોર્ટ કરીશ. તેણે કપિલ શર્મા શોમાં આવવું પડશે. અમે ભારતીની સાથે રહીશું. તેને મારો પૂરો સપોર્ટ મળશે અને ચેનલ પણ તેને બહાર કરવાનુ પગલું નહી ભરે.
Published On - 11:56 pm, Wed, 16 December 20