પાકિસ્તાન(Pakistan ) ઝિંદાબાદના નારા લગાવવા બદલ દેશદ્રોહનો કોઈ કેસ (Case ) નોંધવામાં આવ્યો નથી. પુણે પોલીસે (Police ) આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે અને કારણ પણ જણાવ્યું છે. NIA દ્વારા દેશભરની અન્ય તપાસ એજન્સીઓ સાથે મળીને PFIના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. શનિવારે પીએફઆઈ કાર્યકર્તાઓએ પુણેમાં ડીએમ ઓફિસની બહાર ગેરકાયદેસર રીતે આનો વિરોધ કર્યો હતો. આ પછી, એક વીડિયોના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક પ્રદર્શનકારીઓએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
આ કથિત વિડિયો સંબંધિત એક કેસમાં આરોપીઓ વિરુદ્ધ પૂણેના બંદનગર પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હોવાના સમાચાર હતા. આ સમાચાર રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ટાંકીને સામે આવ્યા છે. પુણે પોલીસે આ સમાચારને નકારી કાઢ્યા અને કહ્યું કે સુપ્રીમ કોર્ટે મે મહિનામાં રાજદ્રોહના કાયદાને મોકૂફ રાખ્યો છે. હવે કોઈની સામે રાજદ્રોહનો કેસ દાખલ થઈ શકશે નહીં.
પુણે પોલીસે તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ દેશદ્રોહ કે રાજદ્રોહનો કેસ દાખલ કરી શકાય નહીં.
રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ પૂણે પોલીસે રાજદ્રોહનો કેસ નોંધ્યો હતો. પુણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકર્તાઓના પ્રદર્શનને લગતા આ કથિત વીડિયોમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘અલ્લાહુ અકબર’ જેવા નારા સંભળાય છે. આ તમામ દેખાવકારો સામે કલમ 153, 124, 109 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. હવે પુણે પોલીસ રાજદ્રોહ સંબંધિત કલમો લગાવવા પાછળ હટી ગઈ છે. હવે આ પીએફઆઈ કાર્યકર્તાઓ પર કલમ 153 (સરકારી કામમાં અવરોધો), કલમ 109 ઉશ્કેરણીજનક નિવેદનો કરવા, કલમ 120-બી (ષડયંત્ર) અને બે સમુદાયોમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Two different videos have come & they will be investigated but in Maharashtra, if someone raises Pakistan Zindabad slogans, we will not spare them. We have registered a case under sedition charges: Maharashtra Deputy CM on ‘Pakistan zindabad’ slogans heard at PFI protest in Pune pic.twitter.com/rz3WNazqeW
— ANI (@ANI) September 25, 2022
Published On - 8:48 am, Tue, 27 September 22