મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Rajesh Tope) મહારાષ્ટ્રમાં લોકડાઉનના (Maharashtra Lockdown) અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ (Corona-omicron cases in Maharashtra) આ જ દરે વધતા રહેશે તો રાજ્યમાં નિયંત્રણો વધુ કડક કરવામાં આવશે, પરંતુ લોકડાઉન લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) કે કેબિનેટ સાથે કોઈ ચર્ચા થઈ નથી.
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે જો ઓક્સિજનની જરૂરિયાત અને પોઝિટિવીટી દર નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો નિયંત્રણો વધુ કડક કરવાની જરૂરિયાત અનુભવાશે. આટલું વહેલું લોકડાઉનની કોઈ જરૂર નથી, તેથી મીડિયાને પણ વિનંતી છે કે લોકડાઉન જેવા સમાચારો જણાવીને લોકોમાં ભય ન ફેલાવે. હાલ લોકડાઉનની કોઈ ચર્ચા નથી. રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો કોઈ વિચાર નથી. કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, પરંતુ અમે અત્યાર સુધી રેસ્ટોરન્ટ, થિયેટરો, શાળાઓ અને કોલેજોને સ્પર્શ્યા નથી. આગળ પણ સંક્રમણ વધશે તો કોરોના નિયંત્રણો વધારવામાં આવશે, પરંતુ લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં.
સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે ‘કોરોનાનું સંક્રમણ બમણી ઝડપે વધી રહ્યું છે. ગઈકાલે 8 હજાર કેસ નોંધાયા હતા. આજે 12થી 15 હજાર નવા કેસ સામે આવી શકે છે. ઓમિક્રોનના કેસ પણ તેજીથી સામે આવી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનો, મૃત્યુનો, ઓક્સિજનની જરૂરિયાતનો દર વધારે હતો. જ્યારે ઓમિક્રોનમાં જોવામાં આવી રહ્યું છે કે આનો ફેલાવો ખૂબ જ ઝડપી છે, પરંતુ ઓમિક્રોન દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડે છે.
વધુમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું ‘રોજના ઓમિક્રોન અને ડેલ્ટા કેસની સંભવિત ટકાવારીનો અંદાજ કાઢવો જરૂરી છે. જો આપણે દરરોજ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટના કેસોના સંભવિત ગુણોત્તરનો અંદાજ લગાવી શકીએ તો આરોગ્ય વિભાગ માટે દર્દીઓની સારવાર માટેના પગલાંની યોજના નક્કી કરવાનું સરળ બનશે.’
આરોગ્ય મંત્રીએ કહ્યું કે ‘પ્રતિબંધોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવું જરૂરી છે. સંક્રમણ વધે નહીં આ માટે શું કરી શકાય છે, આ ઉકેલ અને યોજના તૈયાર કરવાની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. 31 ડિસેમ્બરથી પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. તેની પાછળ પણ આ જ કારણ છે.
આ પણ વાંચો : ઓમિક્રોનની આફત : મહારાષ્ટ્રમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો ? જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો