દાઉદ ઈબ્રાહિમ, ઓસામા બિન લાદેન અને રાહુલ ગાંધીમાં કોઈ ફરક નથી: નિતેશ રાણે

ધારાસભ્ય નિતેશ રાણેએ રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરી. તેમને કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. પાકિસ્તાન અને રાહુલ ગાંધીની શબ્દો એક જેવા જ છે. દાઉદ ઈબ્રાહિમ, ઓસામા બિન લાદેન અને રાહુલ ગાંધીમાં કોઈ ફરક નથી.

દાઉદ ઈબ્રાહિમ, ઓસામા બિન લાદેન અને રાહુલ ગાંધીમાં કોઈ ફરક નથી: નિતેશ રાણે
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:18 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને રાહુલ ગાંધીમાં કોઈ ફરક નથી. પાકિસ્તાન અને રાહુલ ગાંધીની ભાષા એક જ છે. જેવા ઓસામા બિન લાદેન, તેવા જ રાહુલ ગાંધી. જેવી રીતે દાઉદ ઈબ્રાહિમે દેશની બહાર જઈને દેશને બદનામ કર્યો તેવી રીતે જ રાહુલ ગાંધીના કારણે ભારતની બદનામી થઈ છે. રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચલાવો. આ નિવેદન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે આપ્યું છે.

ભાજપના અલગ અલગ નેતાઓ દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની તેમના હાર્વડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં આપેલા લેક્ચરને લઈ આલોચના શરૂ થઈ છે. રાહુલ ગાંધીએ ત્યાં ભારતીય રાજનીતિથી જોડાયેલા મુદ્દાઓ પર સત્તાધારીઓ દ્વારા સંસદમાં વ્યવહાર અને આરએસએસના વિચારને લઈ પોતાની સલાહ આપી. તેની પર દિલ્હીથી લઈ દરેક ખુણે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા છે. તેમાં હવે નિતેશ રાણેનું નામ પણ જોડાયુ છે.

આ પણ વાંચો: હું જ્યાં પણ રહીશ, ત્યાં તમારી ગેરહાજરી હંમેશા રહેશે, માતા હીરાબા માટે પીએમ મોદીનો ભાવુક સંદેશ

રાહુલ ગાંધી સામે દેશદ્રોહનો કેસ ચલાવો

ધારાસભ્ય નિતેશ રાણેએ રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરી. તેમને કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. પાકિસ્તાન અને રાહુલ ગાંધીની શબ્દો એક જેવા જ છે. દાઉદ ઈબ્રાહિમ, ઓસામા બિન લાદેન અને રાહુલ ગાંધીમાં કોઈ ફરક નથી.

રાહુલ ગાંધીના કારણે ભારતની સંસદીય લોકશાહી બદનામ થઈ

મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના કંકાવલીના ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું, “રાહુલ ગાંધીના કારણે દેશની સંસદીય લોકશાહીની બદનામી થઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે દેશની બહાર જઈને દેશને બદનામ કર્યો, તે જ કામ રાહુલ ગાંધીએ કર્યું.

રાહુલ ગાંધી ઉપરાંત નિતેશ રાણેએ શનિવારે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી હસન મુશ્રીફ પર તેમના કાગલ, કોલ્હાપુર સ્થિત નિવાસસ્થાન પર EDના દરોડા અને સાડા નવ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હસન મુશ્રીફેના કાર્યકરોના વિરોધ પર નિતેશ રાણેએ કહ્યું, હસન મુશ્રીફે ભ્રષ્ટાચાર કર્યો, શું કાર્યકરો પાસે આની ગેરંટી છે? જો નહીં તો ચિંતા શા માટે? ડરશો નહીં. જો તમે કંઈ કર્યુ જ નથી તો શા માટે ડરો છો?’

રાણેએ કહ્યું, ‘જો તમારા નેતાએ ભ્રષ્ટાચાર કર્યો છે તો EDના અધિકારીઓ ચોક્કસ તપાસ કરશે. ભાજપે ED નામની સંસ્થા બનાવી નથી. તે પહેલેથી જ બાંધવામાં આવ્યું છે. જ્યાં તે ભ્રષ્ટાચાર જુએ છે ત્યાં જાય છે.