એનસીપી કે શિવસેના ? મમતા કે કેજરીવાલ ? રેપિડ ફાયરમાં ગડકરીએ આપ્યા ઘણા રસપ્રદ જવાબો

|

Mar 27, 2022 | 5:46 PM

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને મહારાષ્ટ્રમાં NCP કે શિવસેનામાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો તેઓ કોને પસંદ કરશે. આના પર ગડકરીએ કહ્યું કે તેઓ બીજેપી સિવાય અન્ય કોઈ પાર્ટીને પસંદ કરશે નહીં.

એનસીપી કે શિવસેના ? મમતા કે કેજરીવાલ ? રેપિડ ફાયરમાં ગડકરીએ આપ્યા ઘણા રસપ્રદ જવાબો
Union Minister Nitin Gadkari

Follow us on

મહારાષ્ટ્રમાં બીજેપીના વરિષ્ઠ નેતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી  (Nitin Gadkari) માત્ર તેમના વિનોદી પ્રતિભાવ માટે જ પ્રખ્યાત નથી. પરંતુ તેમના વિશે એવું પણ કહેવાય છે કે તેઓ અત્યંત ગંભીર બાબતોને પણ હળવાશથી કહેવામાં માહેર છે. હવે તેમના એક ઈન્ટરવ્યુમાં તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં NCP કે શિવસેનાને પસંદ કરે છે (NCP or Shiv Sena)? મહારાષ્ટ્રની બહાર એટલે કે અન્ય રાજ્યોમાં મમતા બેનર્જી (Mamata Banerjee) પસંદ છે કે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)? આવા ઘણા રસપ્રદ પ્રશ્નોના જવાબ પણ એટલા જ રસપ્રદ રીતે આપ્યા. મહારાષ્ટ્રના સાંગલીમાં PNG સરાફ એન્ડ જ્વેલર્સને લગતી એક ઇવેન્ટમાં તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. અહીં તેમણે ઘણા રસપ્રદ જવાબો આપ્યા હતા.

નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો તેમની પાસે કામ માટે આવે છે. તેઓ અન્ય પક્ષના લોકોના કામ કરવામાં ભેદભાવ રાખતા નથી. એટલા માટે સંસદમાં ફોરવર્ડ બ્લોક પાર્ટીથી લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સુધીના સાંસદોએ તેમની પ્રશંસા કરી છે.

મુંબઈ કે નાગપુર, એનસીપી કે શિવસેના, મમતા કે કેજરીવાલ? જ્યારે પુછવામાં આવ્યા આ પ્રશ્નો

જ્યારે નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે તેમને મુંબઈ પસંદ છે કે નાગપુર તો તેમણે નાગપુરની તરફેણમાં જવાબ આપ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને મહારાષ્ટ્રમાં NCP કે શિવસેનામાંથી કોઈ એકની પસંદગી કરવી હોય તો તેઓ કોને પસંદ કરશે. આના પર ગડકરીએ કહ્યું કે તેઓ બીજેપી સિવાય અન્ય કોઈ પાર્ટીને પસંદ કરશે નહીં. પછી તેમને પૂછવામાં આવ્યું કે તેમને મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે કોણ પસંદ છે?

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

જવાબમાં ગડકરીએ કહ્યું, ‘બંને મારા સારા મિત્રો છે. મમતા બેનર્જી દિલ્હીમાં મને મળવા આવ્યા, પછી તેઓ માત્ર પીએમ નરેન્દ્ર મોદી અને મને મળ્યા હતા. તેઓ મટકીમાં ભરીને મારા માટે બંગાળથી રસગુલ્લા લાવ્યા હતા. સામાન્ય રીતે એક પક્ષના નેતાઓ બીજા પક્ષના નેતાઓને પસંદ કરતા નથી. પરંતુ સંસદમાં ફારુક અબ્દુલ્લાથી લઈને ઓવૈસી સુધી તમામ પાર્ટીના નેતાઓએ મને અભિનંદન પાઠવ્યા, આભાર માન્યો.’

મરાઠી પસંદ છે કે હિન્દી? ગડકરીએ આપ્યો આ જવાબ

જ્યારે નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે તેમને હિન્દી અને મરાઠી ભાષામાં કઈ ભાષા વધુ ગમે છે? આના જવાબમાં ગડકરીએ કહ્યું કે, ‘મરાઠી કરતાં હિન્દી સારી રીતે બોલવું તે હું જાણું છું, એવું કહેવાય છે. નાગપુર એક સમયે મધ્ય પ્રદેશનો ભાગ રૂપે હતું. તેથી જ ત્યાં હિન્દી સારી રીતે બોલાય છે. હું દિલ્હીમાં હિન્દી બોલું છું. હું તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં અંગ્રેજી બોલું છું.

આ પણ વાંચો : શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

Next Article