અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા

|

May 09, 2022 | 10:35 AM

NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાથીદારોના છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા
Dawood Ibrahim

Follow us on

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) સાગરીતો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (National Investigation Agency) ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સાથીદારો અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાગરીતોના છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ આ દરોડા પાડ્યા છે.

ગયા મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં મહારાષ્ટ્રના થાણેમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના એક સાથીદારના નામે નોંધાયેલ રૂ. 55 લાખની કિંમતનો ફ્લેટ જપ્ત કર્યો હતો. ત્યારપછી EDએ કહ્યું કે મુમતાઝ એજાઝ શેખ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સ્થાવર મિલકત જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીના ભાગરૂપે હસ્તગત કર્યો હતો.

ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીમાં હસ્તગત કર્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે ફ્લેટ સિવાય, બિલ્ડર પાસેથી વસૂલાત તરીકે મળેલા રૂ. 10 લાખના ચાર ચેક પણ આરોપીઓ દ્વારા વટાવીને રોકડા મેળવી લેવામાં આવ્યા હતા, જેની તેમણે બિલ્ડર પાસેથી માંગણી કરી હતી. EDનો આરોપ છે કે આ ખાતાઓ માત્ર રૂ. 10 લાખની રોકડ ઉપાડવા માટે ચલાવવામાં આવ્યા હતા અને તેમાં અન્ય કોઈ વ્યવહારો કરવામાં આવ્યા ન હતા. આ એકાઉન્ટ્સ ખંડણીની રકમના અંતિમ વપરાશકર્તા કે વાસ્તવિક વપરાશકર્તાને છુપાવવા માટે સંચાલિત કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે ડી-કંપની

ડી કંપની એક આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદી સંગઠન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 1993ના મુંબઈ બોંબ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમને 10 વર્ષ બાદ 2003માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના પર $25 મિલિયનનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ડી-કંપનીની રચના દાઉદ ઈબ્રાહિમે કરી છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ પણ તેના હાથમાં જ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગનો બિઝનેસ કરીને ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

Published On - 9:01 am, Mon, 9 May 22

Next Article