મુંબઈ પોલીસ કમિશ્નર તરીકે પરમબીર સિંહને હટાવાયા, હેમંત નગરાલે નવા કમિશ્નર

|

Mar 18, 2021 | 4:10 PM

Mumbaiપોલીસ કમિશનર પરમબીર સિંહને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેને હોમગાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ હેમંત નગરાલેને નવા પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

Mumbai  પોલીસ કમિશનર પરમબીર સિંહને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેને હોમગાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમની જગ્યાએ હેમંત નગરાલેને નવા પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ઘરની બહાર વિસ્ફોટક પદાર્થ મળ્યાના મામલામાં સચિન વાઝે નું નામ મળ્યા બાદ મુંબઇ પોલીસ મુશ્કેલીમાં આવી છે. જેના પગલે મહારાષ્ટ્રના પોલીસ કમિશનર પરમબીર સિંઘને મુંબઈ પોલીસ કમિશ્નર પદ પરથી હટાવવામાં આવ્યા છે. જ્યારે હેમંત નગરાલેને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરમબીર સિંહને હોમગાર્ડના વડા બનાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાત્રે મળેલી બેઠકમાં હેમંત નગરાલે અને પરમબીર સિંહ હાજર રહ્યા હતા. ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પણ બે કલાક ચાલેલી બેઠકમાં ભાગ લીધો હતો. ગૃહ પ્રધાન અનિલ દેશમુખનો વર્ષા બંગલામાં પ્રવેશ સાથે તે સ્પષ્ટ માનવામાં આવતું હતું કે પરમબીર સિંહ માટે હવે પોલીસ કમિશનર ના પદ પર આગળ વધવું મુશ્કેલ બની ગયું છે.

Published On - 5:25 pm, Wed, 17 March 21

Next Video