Maharashtra : ‘મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ’, નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે.

Maharashtra : મારી સામે કાર્યવાહી કરવા માગતા હોય તો OSD બની જાઓ, નવાબ મલિકે ભુતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પર કર્યા આકરા પ્રહાર
Nawab Malik attack on devendra fadanvis
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:50 AM

Maharashtra : મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે (Nawab Malik) ફરી એકવાર તેમની વિરુદ્ધ તપાસ માટે સરકારી એજન્સીઓના દુરુપયોગ માટે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભુતપૂર્વ મુખ્ય પ્રધાન કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં ભારે રસ દાખવી રહ્યા છે. મારી સલાહ મુજબ તેમણે પોતાની જાતને OSD તરીકે નિયુક્ત કરી લેવા જોઈએ.

નવાબ મલિકના ટ્વિટથી વિવાદ વણસ્યો

આ અગાઉ રવિવારે નવાબ મલિકે દાવો કર્યો હતો કે, કેટલાક “સરકારી મહેમાનો” સોમવારે સવારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે. NCP નેતાએ ટ્વિટર પર કહ્યું કે તેઓ ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરશે. મલિકે રવિવારે સાંજે ટ્વીટ કરીને લખ્યું હતુ કે, ‘મારી જાણમાં આવ્યું છે કે કાલે સવારે કેટલાક સરકારી મહેમાનો મારા ઘરે આવશે. હું ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરીશ. જો તેમને સાચા સરનામાની જરૂર હોય, તો તેઓ મને કોલ કરી શકે છે.’

કિરીટ સોમૈયાને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવે : મલિક

મલિકે વધુમાં લખ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. હું સૂચન કરું છું કે તેમણે પોતાની જાતને OSD તરીકે નિમણૂક કરવી જોઈએ, જેનો તેમને મુખ્યમંત્રી તરીકે ઘણો અનુભવ છે અને કિરીટ સોમૈયાને (Kirit Somaiya) પ્રવક્તા તરીકે નિયુક્ત કરવા જોઈએ.

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શું સમીર વાનખેડે NCBમાંથી વિદાય લેશે, 31 ડિસેમ્બરે એક્સટેન્શન સમાપ્ત થશે

આ પણ વાંચો : રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદોની સરકારે બેઠક બોલાવી, વિપક્ષી સાંસદો બેઠકમાં સામેલ થશે ?