
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે (Sharad Pawar) મંગળવારે મહિલા આરક્ષણ બિલ પર શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. શરદ પવારે કહ્યું કે દેશના વડાપ્રધાને સંસદમાં મહિલા આરક્ષણનો નિર્ણય લીધો, જેનો બે સભ્યો સિવાય કોઈએ વિરોધ કર્યો નહીં. બસ એટલું જ કહેવામાં આવ્યું કે SC-STને આ નિર્ણયથી ફાયદો છે, તો આ રીતે OBCને પણ અનામત આપવી જોઈએ.
શરદ પવારે કહ્યું કે પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું કે દેશમાં ક્યારેય મહિલા આરક્ષણ પર વિચાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે 1993માં મેં મહારાષ્ટ્રમાં રાજ્ય મહિલા આયોગની સ્થાપના કરી હતી. કમિશનની રચના કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું. પવારે કહ્યું કે જ્યારે હું રાજ્યનો મુખ્યમંત્રી હતો ત્યારે મેં મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે એક રેલી દરમિયાન પીએમ મોદીએ મહિલા અનામત બિલને રોકવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષો પર આક્ષેપ કર્યા હતા.
NCPના વડા શરદ પવારે મંગળવારે કહ્યું કે મહિલા આરક્ષણ બિલને લઈને વિપક્ષ વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન દુઃખદાયક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં મહિલાઓને લગતા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તરીકે તેમના અનેક મહિલા કેન્દ્રિત નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ભારત અને કેનેડા વચ્ચેના તણાવના મુદ્દે તેમણે કહ્યું કે એક ભારતીય નાગરિક તરીકે તેઓ ભારત સરકારની નીતિને સંપૂર્ણ સમર્થન આપશે.
શરદ પવારે કહ્યું કે જ્યારે પંચાયત વ્યવસ્થા લાગુ કરવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવશે. આ પછી મહિલાઓને પણ અનામત આપવામાં આવી. પ્રથમ મહિલા આરક્ષણ 1994માં જારી કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 30% અનામત, પછી મહિલાઓને 33% અનામત આપવામાં આવી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ રક્ષા મંત્રી હતા ત્યારે નેવી અને એરફોર્સમાં 11% મહિલા અનામત રાખવામાં આવી હતી. ઘણી સમજાવટ બાદ આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલા આરક્ષણ આપવામાં આવ્યું.
એનસીપી ચીફે કહ્યું કે આ તમામ નિર્ણયો કોંગ્રેસ સત્તામા હતી ત્યારે લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીને ખોટી બ્રિફિંગ આપવામાં આવી હતી અને તેથી તેમણે ખોટું નિવેદન આપ્યું હતું. આ સિવાય પવારે કહ્યું કે ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી અન્યાયી છે અને તેને દૂર કરવી જોઈએ.
AIDMKના ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાના સવાલ પર શરદ પવારે કહ્યું કે આ નિર્ણય ડીએમકે અને સીએમ સ્ટાલિન સાથે ચર્ચા કર્યા પછી જ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે AIADMKએ સોમવારે ભાજપ સાથેનું ચાર વર્ષ જૂનું ગઠબંધન તોડીને NDA છોડવાની જાહેરાત કરી હતી.