મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે તમારા વિરુદ્ધ 14 ટ્વિટ કર્યા, કેવું લાગ્યું?, શરદ પવારે કહ્યું- એન્જોય કર્યુ

|

Apr 15, 2022 | 10:30 PM

શરદ પવારે (NCP Chief Sharad Pawar) કહ્યું કે હાલમાં દેશના બે રાજ્યોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે લોકોના હાથમાં દેશની સત્તા છે, તેમણે કોઈપણ રીતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની સત્તા મેળવવી છે.

મહારાષ્ટ્રઃ દેવેન્દ્ર ફડણવીસે તમારા વિરુદ્ધ 14 ટ્વિટ કર્યા, કેવું લાગ્યું?, શરદ પવારે કહ્યું- એન્જોય કર્યુ
Sharad Pawar & Devendra Fadnavis

Follow us on

વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis BJP) ગુરુવારે એનસીપીના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar NCP) પર પ્રહાર કરતા એક પછી એક 14 ટ્વીટ કર્યા. દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે દેશના આટલા મોટા નેતાને સેક્યુલર વોટ ગુમાવવાના ડરથી છુપાઈને મંદિરે જવું પડે છે. ખુલીને મંદીર પણ જઈ શક્તા નથી. દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર પર જાતિવાદી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે શરદ પવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. આજે (15 એપ્રિલ, શુક્રવાર) શરદ પવારે આ તમામ હુમલાઓનો જવાબ આપ્યો છે. શરદ પવાર જલગાંવના પ્રવાસે છે. ત્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.

પત્રકારોએ દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટ પર સવાલ ઉઠાવ્યા ત્યારે શરદ પવારે કહ્યું કે તેઓ આ ટ્વિટને એન્જોય કરી રહ્યા છે. જાતિવાદી રાજકારણ કરવાના આરોપમાં પવારે તેમની પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી નેતાઓના નામોની લાંબી યાદી આપી હતી.  તેમણે કહ્યું કે જ્યારે NCPની રચના થઈ ત્યારે છગન ભુજબળ પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. તેઓ પછાત સમાજના છે.

તેમના પછી મધુકર પિચડ, અરુણ ગુજરાતી અને સુનીલ તટકરે પાર્ટીના અધ્યક્ષ બન્યા. એટલે કે એનસીપીમાં તમામ જાતિના લોકોની ભાગીદારી જોવા મળી છે. આ એ વાતનો પુરાવો છે કે એનસીપી માત્ર કોઈ ચોક્કસ જાતિની પાર્ટી નથી. દેવેન્દ્ર ફડણવીસ પાસે કહેવા માટે કંઈ નથી એટલે તેઓ આવા આક્ષેપો કરી રહ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કેન્દ્રની મોદી સરકારને કોઈપણ રીતે મહારાષ્ટ્રની સત્તા હડપ કરવી છે

શરદ પવારે કહ્યું કે હાલમાં દેશના બે રાજ્યોમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે લોકોના હાથમાં દેશની સત્તા છે, તેમણે કોઈપણ રીતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની સત્તા મેળવવી છે. પરંતુ તેમની આશા પુરી થઈ ન હતી તેથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા મહારાષ્ટ્રના નેતાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

રાજ ઠાકરે પહોચ્યા હવે હિન્દુત્વના દ્વારે, શરદ પવાર બોલ્યા

Next Article