Maharashtraના જાલનામાં ફરી હંગામો, NCP પ્રમુખ શરદ પવારના કાફલા પર પથ્થરમારો!

પવારના કાફલા પર આ પથ્થરમારો ત્યારે થયો જ્યારે તેઓ અંતરવાલી ગામમાં હિંસા પીડિતોને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘણા બદમાશો કાફલાની વચ્ચે આવ્યા અને બળજબરીથી વાહનો રોક્યા. ઉતાવળમાં પવારના કાફલાનો રૂટ બદલીને તેને બીજા રૂટથી મોકલવામાં આવ્યા હતા. ધુલે સોલાપુર હાઈવે પર આવેલા અંતરવાલા સરતી ગામમાં ગઈકાલે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

Maharashtraના જાલનામાં ફરી હંગામો, NCP પ્રમુખ શરદ પવારના કાફલા પર પથ્થરમારો!
| Edited By: | Updated on: Sep 02, 2023 | 10:16 PM

મહારાષ્ટ્રના જલાનામાં મરાઠા અનામતની માગને લઈને ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે પણ બદમાશોએ શરદ પવારના કાફલા પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે કેટલાક વાહનોના કાચ પણ તૂટી ગયા હતા.

આ પણ વાંચો: Botad: સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રો સામે આવતા રાજ્યભરના સાધુસંતોએ આપી આકરી પ્રતિક્રિયા, વાંચો વિવાદ પર કોણ શું બોલ્યુ

પવારના કાફલા પર આ પથ્થરમારો ત્યારે થયો જ્યારે તેઓ અંતરવાલી ગામમાં હિંસા પીડિતોને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘણા બદમાશો કાફલાની વચ્ચે આવ્યા અને બળજબરીથી વાહનો રોક્યા. ઉતાવળમાં પવારના કાફલાનો રૂટ બદલીને તેને બીજા રૂટથી મોકલવામાં આવ્યા હતા.

ધુલે સોલાપુર હાઈવે પર આવેલા અંતરવાલા સરતી ગામમાં ગઈકાલે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવે શરદ પવારના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે, પથ્થરબાજી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની માહિતી મળતાં તાલુકા પોલીસ અને SRPFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.

વાસ્તવમાં, પ્રદર્શનકારીઓ દ્વારા આજે એટલે કે શનિવારે જાલના, નંદુરબાર અને બીડમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મરાઠા આરક્ષણની માગને લઈને મંગળવારથી આંદોલનકારીઓ ભૂખ હડતાળ પર છે. આ દરમિયાન શરદ પવાર અંતરવાલી ગામના પ્રવાસે હતા. શુક્રવારે, વિરોધ હિંસક બન્યો અને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.

પોલીસ કાર્યવાહીમાં ઘાયલોને મળવા પહોંચ્યા હતા શરદ પવાર

શરદ પવાર શનિવારે મરાઠા ‘કોટા’ આંદોલનકારીઓને મળ્યા જેઓ એક દિવસ અગાઉ જાલના જિલ્લાના અંબડ તાલુકામાં પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા હતા અને આરક્ષણ પર લાદવામાં આવેલી 50 ટકાની ઉપલી મર્યાદાને દૂર કરવાની માગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ગુરુવાર અને શુક્રવારે યોજાયેલી વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ભારત’ની બેઠકમાં ‘જાતિ સર્વેક્ષણ’ અને અનામતની ઉપલી મર્યાદાને દૂર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી.

‘ફોન આવતા બદલાયું પોલીસનું વલણ’

શરદ પવારે દાવો કર્યો હતો કે આંદોલનકારીઓએ તેમને કહ્યું હતું કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ધુલે-સોલાપુર રોડ પર અંતરવાળી સરાતી ખાતે વિરોધ સ્થળ પર પોલીસનું વલણ બદલાઈ ગયું હતું. હિંસા દરમિયાન લગભગ 40 પોલીસકર્મીઓ અને ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા અને ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. અપ્રિય ઘટનાઓમાં કથિત સંડોવણી બદલ 350 થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો