“એક જ ઘરમાં 5 વખત દરોડા પાડવાની શું જરૂર છે?” શરદ પવારનો આરોપ- ભાજપ કરી રહી છે ED, CBI અને NCBનો દુરુપયોગ 

શરદ પવારે ફરી ભાજપ પર નિશાન સાધ્યું. પવારે પૂર્વ રાજ્ય મંત્રી અને તેમની પાર્ટીના નેતા અનિલ દેશમુખના ઘરે વારંવાર દરોડા પડવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

એક જ ઘરમાં 5 વખત દરોડા પાડવાની શું જરૂર છે? શરદ પવારનો આરોપ- ભાજપ કરી રહી છે ED, CBI અને NCBનો દુરુપયોગ 
NCP પ્રમુખ શરદ પવાર (ફાઇલ ફોટો).
| Edited By: | Updated on: Oct 13, 2021 | 6:29 PM

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે (Sharad Pawar) આજે ફરી ભાજપ (BJP) પર કેન્દ્રીય એજન્સીઓનો (Central Agencies Misuse) દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પવારે આ આરોપ પૂર્વ રાજ્ય મંત્રી અને તેમની પાર્ટીના નેતા અનિલ દેશમુખના (Anil Deshmukh) ઘરે વારંવાર દરોડાનો હવાલો આપીને લગાવ્યો હતો.

 

પવારે મીડિયાને કહ્યું કે સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. પછી ભલે તે સીબીઆઈ (CBI) હોય, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), આવકવેરા વિભાગ (Income Tax Department) અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હોય. પવારે કહ્યું કે, અનિલ દેશમુખના ઘરે ગઈકાલે (મંગળવારે) પાંચમી વખત દરોડા પાડવામાં આવ્યા છે. મને આશ્ચર્ય થયું. એક જ ઘરમાં 5 વખત દરોડા પાડવાની શું જરૂર છે? લોકોએ પણ આ સમજવાની જરૂર છે.

 

ક્રુઝ શિપ કેસમાં એનસીબીનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ

પૂર્વગૃહમંત્રી જેમને મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ એપ્રિલમાં હટાવવામાં આવ્યા હતા. તેમનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે હવે તેઓ અનેક આરોપોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના શાસક ગઠબંધનના નેતા પવારે કહ્યું છે કે ભાજપ ક્રુઝ શિપ કેસમાં એનસીબી એજન્સીનો દુરુપયોગ કરી રહી છે, જેમાં મેગા સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે.

 

“આર્યન ખાનની ધરપકડમાં સામેલ લોકોના સંબંધ ભાજપ સાથે છે”

આ પહેલા એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે એનસીબી પર ભાજપ સાથે મળીને કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આર્યન ખાન અને અરબાઝની ધરપકડ કરનારા વ્યક્તિઓ પર પણ સવાલ ઉભો કરતા તેમણે કહ્યું હતું કે આર્યન ખાન અને અરબાઝની ધરપકડ કર્યા બાદ જે વ્યક્તિ તેને લઈ જઈ રહ્યા છે તે કે પી ગોસાવી અને મનીષ ભાનુશાળી છે. આર્યનને લઈ જનાર મનીષ ભાનુશાળીની તસવીર ભાજપના મોટા મોટા મંત્રીઓ સાથે છે.

 

ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રુઝ ડ્રગ કેસ જ્યારથી બહાર આવ્યો છે, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમ થઈ ગયુ છે. દિન- પ્રતિદીન આરોપો – પ્રત્યારોપો વધી રહ્યા છે. હાલમાં એનસીબી ઓફિસર સમીર વાનખેડે દ્વારા સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ પોલીસ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ આ અંગે તેઓએ મુંબઈ પોલીસના એક વરીષ્ઠ અધિકારી પાસે જઈને એફઆઈઆર પણ નોંધાવી હતી.

 

 

આ પણ વાંચો :  શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ