ડીઝલના (Industrial Fuel Price Hike) ભાવમાં પ્રતિ લીટર 25 રૂપિયાના વધારા બાદ મહારાષ્ટ્ર (Maharashtra) NCPએ PM મોદીને અપીલ કરી છે. એનસીપી (NCP Letter To PM Modi) એ પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું છે કે તમામ રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ બસ સેવાઓને આ વધારાના દાયરામાંથી મુક્તિ આપવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલની (Diesel) કિંમતમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જથ્થાબંધ ગ્રાહકોને વેચવામાં આવતું ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે.
જો કે, પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મહારાષ્ટ્ર NCPના પ્રવક્તા મહેશ તાપસેએ પણ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. NCPના પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેના પરિણામે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને ડીઝલની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ એનસીપી પાર્ટી અપીલ કરે છે કે જથ્થાબંધ ગ્રાહકોની શ્રેણીમાં આવતી તમામ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ બસ સેવાઓને ડીઝલના આ ભાવ વધારામાંથી મુક્તિ આપવી જોઈએ.
એનસીપી નેતાએ કહ્યું કે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ બસ સેવાઓને જથ્થાબંધ ગ્રાહકોની શ્રેણી હેઠળ લાવવાના નિર્ણયથી સરકાર અને મ્યુનિસિપલ બસ સેવાઓ પર વિપરીત અસર પડશે. તેમણે કહ્યું કે પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓના આ નિર્ણયથી સરકાર પર નાણાકીય અસરો પડશે, તેથી તેને તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જથ્થાબંધ ગ્રાહકોને વેચાતું ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ સરકારે આ પગલું ઉઠાવ્યું છે. પેટ્રોલ પંપના ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આ મહિને પેટ્રોલ પંપ પર ઈંધણના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. બસ ફ્લીટ ઓપરેટરો અને મોલ્સ જેવા જથ્થાબંધ ગ્રાકહોએ પેટ્રોલ પંપમાંથી ઇંધણ ખરીદ્યું છે. સામાન્ય રીતે તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધુ જ ઇંધણ મેળવે છે. તેના કારણે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓની ખોટ વધી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ