આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યાં બાદ, NCB પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચેન્નાઈ બદલી

|

May 31, 2022 | 6:45 AM

સમીર વાનખેડેની મુંબઈથી ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. અગાઉ તે ડ્રગ્સ-ઓન-ક્રુઝ (drugs on cruise case) કેસની તપાસનો ભાગ હતા. વાનખેડેની આગેવાની હેઠળના અભિયાન દરમિયાન આર્યન અને અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યાં બાદ, NCB પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચેન્નાઈ બદલી
Sameer Wankhede (File Photo)
Image Credit source: PTI

Follow us on

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) NCB તરફથી ક્લીનચીટ મળ્યા બાદ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની (Sameer Wankhede) મુંબઈથી ચેન્નાઈ બદલી કરવામાં આવી છે. અગાઉ તે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસની તપાસનો ભાગ હતા. વાનખેડેની આગેવાની હેઠળના અભિયાન દરમિયાન આર્યન અને અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના આરોપોને પગલે વાનખેડેને બાદમાં કેસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતા અને કેસ એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવ્યો હતો.

ગયા શુક્રવારે NCBએ આર્યન ખાન અને અન્ય પાંચને મુંબઈ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપ્યા બાદ કેન્દ્રીય એજન્સીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. એનસીબીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું કે પૂરતા પુરાવાના અભાવે તેણે ચાર્જશીટમાં આર્યનના નામનો ઉલ્લેખ કર્યો નથી. વાનખેડેની આગેવાની હેઠળની એક ટીમે 2 ઓક્ટોબર, 2021ના રોજ મુંબઈ ઈન્ટરનેશનલ પોર્ટ ટર્મિનલ ખાતે કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો અને કથિત રીતે 20 થી વધુ લોકો, જેમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ અને નશો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પર સવાલ ઉઠાવ્યા

ભારતીય મહેસૂલ સેવા અધિકારી સમીર વાનખેડે સપ્ટેમ્બર 2020માં એનસીબીમાં પોસ્ટિંગ સુધી ડીઆરઆઈ તરફથી વારંવાર સમાચારમાં રહેતા હતા. તે બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ કેસની તપાસ કરતી તપાસ ટીમનો પણ ભાગ હતા. તપાસના ભાગરૂપે, એજન્સીએ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને અન્યની પૂછપરછ કરી હતી.

નવાબ મલિક પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા

વાનખેડેની ટીમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ધરપકડ કરી હતી. પરંતુ બાદમાં એક કોર્ટે પૂરતા પુરાવાના અભાવે નવાબ મલિકના જમાઈ સમીર ખાનને જામીન આપ્યા હતા. ત્યારબાદ મલિકે વાનખેડે સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. નવાબ મલિકે વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે તેણે IRS ઓફિસરની નોકરી મેળવવા માટે ખોટું SC પ્રમાણપત્ર આપ્યું હતું. મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સમીર વાનખેડેની નવી મુંબઈમાં રેસ્ટોરન્ટ અને બાર છે.

Next Article