Nawab Malik ના જમાઈ સમીર ખાનની મુશ્કેલીઓ વધશે ? NCB એ કોર્ટ પાસેથી વૉઇસ સેમ્પલ લેવા માટેની માંગી પરવાનગી

|

Nov 13, 2021 | 9:54 PM

એનસીબીએ સમીર ખાનના કેસમાં શનિવારે (13 નવેમ્બર) એનડીપીએસ કોર્ટમાં અરજી આપી છે. આ અરજીને જોતા હવે સમીર ખાનની મુશ્કેલીઓ વધવાની આશંકા છે. સમીર ખાન એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના જમાઈ છે.

Nawab Malik ના જમાઈ સમીર ખાનની મુશ્કેલીઓ વધશે ? NCB એ કોર્ટ પાસેથી વૉઇસ સેમ્પલ લેવા માટેની માંગી પરવાનગી
Nawab Malik (File Photo)

Follow us on

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આર્યન ખાન ડ્રગ કેસ (Aryan Khan Drug Case),  સમીર ખાન (Sameer Khan)  સાથે સંબંધિત ડ્રગ્સ કેસ અને અન્ય ચાર કેસોની નવેસરથી તપાસ શરૂ કરી છે. આ અંતર્ગત એનસીબીએ સમીર ખાનના કેસમાં શનિવારે (13 નવેમ્બર) એનડીપીએસ (NDPS) કોર્ટમાં અરજી આપી છે. આ અરજીને જોતા હવે સમીર ખાનની મુશ્કેલીઓ વધવાની આશંકા છે. સમીર ખાન એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકના (Nawab Malik) જમાઈ છે.

સમીર ખાન કેસની તપાસ હવે NCB મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને અન્ય અધિકારીઓને બદલે દિલ્હીથી આવેલી NCB અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (NCB-SIT) કરી રહી છે. આથી સમગ્ર મામલાની તપાસ નવી રીતે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત NCBએ સમીર ખાન સહિત અન્ય બે લોકોના વોઈસ સેમ્પલ લેવાના છે. NCBએ શનિવારે સ્પેશિયલ NDPS કોર્ટમાં આ માટે અરજી કરી છે. કોર્ટની પરવાનગી મળ્યા બાદ આ ત્રણેયના વોઇસ સેમ્પલ લેવામાં આવશે અને તેમની તપાસ આગળ ધપાવવામાં આવશે.

સમીર ખાન અને બ્રિટિશ નાગરિક કરણ સજનાની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું – NCB

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સમીર ખાન અને બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની આ વર્ષે જાન્યુઆરીમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ દાવો કર્યો હતો કે બંને પાસેથી સીબીડી અને ગાંજાની મોટી માત્રા મળી આવી છે. તેમાંથી કુલ 18 સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તે 18 સેમ્પલમાંથી 11 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

NCBની તપાસમાં સમીર ખાન અને કરણ સજનાની અને સમીર ખાનની વોઈસ ચેટની તપાસ કરવામાં આવી હતી. હવે વધુ તપાસ માટે નવી રીતે વોઈસ સેમ્પલનું પરીક્ષણ કરવાની જરૂરિયાત જણાવતા, NCBએ વિશેષ NDPS કોર્ટમાં અરજી કરી છે.

સમીર ખાન હાલ જામીન પર બહાર છે

આ કેસમાં તપાસ કરી રહેલી અગાઉની ટીમે ચાર્જશીટ દાખલ કરી છે. સમીર ખાન અને કરણ સજનાની બંને જામીન પર બહાર છે. તેથી નવી રીતે તપાસ શરૂ થવાને કારણે આગામી દિવસોમાં અનેક નવા વળાંક આવે તેવી શક્યતાઓ છે. આનાથી સમીર ખાનની મુશ્કેલીઓ વધવાની આશા છે.

આ પણ વાંચો :   Reliance એ રાઇટ્સ ઇશ્યૂના રોકાણકારોને ફાઈનલ પેમેન્ટ કરવા જણાવ્યુ, 29 નવેમ્બર સુધી 1257 રૂપિયા પ્રતિ શેર ખરીદવાની તક

Next Article