
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકને મહાયુતિમાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે. તેમણે આ અંગે અજીત પવારને પત્ર લખીને પણ તેમની નારાજગી વ્યક્ત કરી હતી. શુક્રવારે નવાબ મલિક મુદ્દે બે બેઠકો થઈ. ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP ઉપમુખ્યમંત્રી અજીત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલ વચ્ચે આજે મુલાકાત થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નવાબ મલિક પર ચર્ચા થઈ. દેવેન્દ્ર ફડણવીસે પ્રફુલ પટેલને તેમના પત્રમાં જણાવ્યુ. સૂત્રોએ જાણકારી આપી કે બેઠકમાં ફડણવીસે પ્રફુલ પટેલને કહ્યુ મલિક મુદ્દે તમે હવે નિર્ણય કરો.
આ તરફ અજીત પવારે નવાબ મલિક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ તકે ચાલી રહેલા વિવાદ પર ચર્ચા થઈ. સૂત્રોએ જાણકારી આપી કે અજીત પવારે મલિકને જુઓ અને રાહ જુઓની નીતિ પર ચાલવાની સલાહ આપી. જેમા રસપ્રદ બાબત એ છે કે અજીત પવાર અને નવાબ મલિકની મુલાકાત થઈ તો એનસીપી નેતા પ્રફુલ પટેલ અને છગન ભુજબળ પણ ત્યા હાજર હતા.
સૂત્રોના અનુસાર પ્રફુલ પટેલે તેમની પાર્ટીનો પક્ષ દેવેન્દ્ર ફડણવીસ સામે રાખ્યો. પટેલે જણાવ્યુ કે મલિકે તેમની ભૂમિકાને લઈને કોઈ જાહેરાત નથી કરી. તો પટેલે જણાવ્યુ કે મલિકની ભૂમિકા પહેલા આગળ કંઈ કરવુ અમારે માટે બરાબર નથી. પ્રફુલ પટેલે તો એ પણ કહ્યુ કે મલિકને ધારાસભ્ય તરીકે સદનમાં બેસવાનો અધિકાર છે.
આ તમામ વચ્ચે મલિકે વિધાનસભા અધ્યક્ષ સીટ નંબર 49 આપી હતી. પરંતુ મલિક વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપેલી ખુરશી પર બેસવાને બદલે છેલ્લી સીટ પર બેઠા હતા. કારણ કે અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી ખુરશી ઉપમુખ્યમંત્રી અજીત પવારની સીટની પાછળ જ હતી. જો કે મલિકે તેની ભૂમિકા અંગે હજુ કોઈ પત્તા નથી ખોલ્યા આથી તેઓ એ સીટ પર બેઠા ન હતા. સૂત્રોનું કહેવુ છે કે પ્રફુલ પટેલે ફડણવીસને કહ્યુ કે જો મલિક તેમનુ વલણ સ્પષ્ટ કર્યુ હોત તો અમે પણ અમારા પત્તા ખોલ્યા હોત.
આ પણ વાંચો: જુનાગઢ: મંત્રીના નકલી પીએ બની ફરતા રાજેશ જાદવે યુવક પાસેથી પડાવ્યા 4.75 લાખ, નોંધાઈ ફરિયાદ- વીડિયો
નવાબ મલિક મુદ્દે અજીત પવાર જૂથે મહાગઠબંધન અલગ પડી ગયુ છે. ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિક સાથે જવા માટે નારાજગી દર્શાવી છે. તો બીજી તરફ એકનાથ શિંદે પણ ફડણવીસ સાથે સહમત છે. આથી અજીત પવાર જૂથ આ મુદ્દે અલગ પડી એકલુ પડી ગયુ છે. આ તરફ ઉપમુખ્યમંત્રી અજીત પવારે આ મુદ્દે બોલવાનો ઈનકાર કર્યો છે. અજીત પવારે જણાવ્યુ કે જ્યારે નવાબ મલિક તેમનુ સ્ટેન્ડ ક્લિયર કરશે તે બાદ જ તેઓ આ મુદ્દે કંઈ કહેશે.