બે દિવસ પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) સંસદમાં માહિતી આપી હતી કે ભારતમાં વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો થાય છે. તેમણે ગૃહને એ પણ જણાવ્યું હતું કે સરકાર આ માર્ગ અકસ્માતોને રોકવા માટે કેટલી હદે ગંભીર છે અને શું પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમના નિવેદનના બે દિવસ પછી, તેમના સંસદીય મતવિસ્તાર મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના દહેગાંવમાંથી એક ભયાનક કાર અકસ્માતનો (Nagpur car accident) વીડિયો સામે આવ્યો છે. અહીં તેજ ગતિએ આવી રહેલી એક કાર ત્રણ લોકો ઉપરથી પસાર થઈ ગઈ હતી. પરંતુ ત્રણેય લોકો બચી ગયા હતા. જો કે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે.
નાગપુરના દહેગાંવમાં એક ઝડપી કારે બાઇકને ટક્કર મારી હતી. કાર તેમની ઉપરથી પસાર થઈ ગઈ. પરંતુ આશ્ચર્યજનક રીતે ત્રણેય લોકો બચી ગયા હતા. હાલ આ અકસ્માત બાદ કાર ચાલક ફરાર હોવાનું જણાવાય રહ્યું છે. આ અકસ્માતનો સીસીટીવી વિડીયો જે કોઈ જોઈ રહ્યું છે. તે આ વાતને લઈને આશ્ચર્ય દર્શાવી રહ્યું છે કે, આખરે આટલી જોરદાર ટક્કર બાદ પણ ત્રણેય લોકો કેવી રીતે બચી ગયા. સીસીટીવી ફૂટેજ જોનારા લોકો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના જીવ બચવાની ઘટનાને ચમત્કાર માની રહ્યા છે.
CCTV Video | भीषण अपघातातून आश्चर्यकारकरीत्या तिघेजण बचावले, थरारक अपघात सीसीटीव्ही कॅमेऱ्यात कैद, नागपूर जिल्ह्यातील दहेगाव फाट्यावरील घटना #roadaccident #ACCIDENT #CCTV #cctvfootage #Maharashtra #caraccident #Video pic.twitter.com/rKYVSCpbSd
— TV9 Marathi (@TV9Marathi) April 8, 2022
સીસીટીવી વીડિયોમાં એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી જોવા મળે છે. એક માણસ સાઇકલ પર આવતો દેખાય છે. આ દરમિયાન અચાનક એક બાઇક પલટી મારીને રોડ પર ખેંચાતી જોવા મળે છે. જેમાં એક કાળા રંગની કાર પાછળથી આવતી જોવા મળે છે. તે આ બાઇકને ખૂબ જ ઝડપે ટક્કર આપતી અને તેને આગળ ખેંચીને લઈ જતી જોવા મળે છે. આ દરમિયાન કાર રસ્તા પરથી આગળ જતી જોવા મળે છે. સીસીટીવી વિડિયોમાં ત્રણેય લોકો અકસ્માતને કારણે નીચે પડતાં જોવા મળે છે.