અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ પુષ્પા (Pushpa) ધ રાઇઝનો ક્રેઝ દર્શકોમાં હજુ પણ છે. આ ફિલ્મને દોઢ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેનો જાદુ લોકોના દિમાગના છવાયેલો છે. સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી, તેનો જાદુ દરેક પર સવાર છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર આવનારા ફિલ્મ સાથે સંબંધિત કોઈપણ ડાયલોગ કે રીલ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે, ફિલ્મના ઘણા ડાયલોગ લોકોને પસંદ આવી રહ્યા છે. પરંતુ એક એવો ડાયલોગ છે, જે લોકોમાં ખુબ જ પ્રિય છે. આ ડાયલોગનો ઉપયોગ નાગપુર પોલીસે લોકોને ઓનલાઈન છેતરપિંડી વિશે જાગૃત કરવા માટે કર્યો છે.
જેમ કે તમે બધા જાણો છો કે આજકાલ દરેક વ્યક્તિ સરળતાથી ઓનલાઈન છેતરપિંડી (Online Fraud) નો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં લોકોને જાગૃત કરવા માટે નાગપુર પોલીસે (Nagpur Police) પુષ્પા (Pushpa) ફિલ્મની એક મીમ શેર કરી છે. અલ્લુ અર્જુનના આ વાયરલ ડાયલોગનો ઉપયોગ કરીને, તેણે સમજાવ્યું કે જો કોઈ લોટરી સંદેશ (Fake SMS) આવે છે, તો તેને કોઈપણ સંજોગોમાં ક્લિક કરશો નહીં કારણ કે તે તમને ઑનલાઇન છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે.
That moment when you receive a FREE BUMPER PRIZE link on your WhatsApp :
Be the #PushparajOfCyberSafety @alluarjun #DoNotClickThem pic.twitter.com/7wJxW2JjIJ
— Nagpur City Police (@NagpurPolice) February 11, 2022
સોશિયલ મીડિયા યુઝર્સ નાગપુર પોલીસના આ ક્રિએટિવ અભિગમને પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઈન્ટરનેટની દુનિયામાં તે જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટ પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવાનું શરૂ કર્યું.
Jab aaisa koi msg aata hai to kaha complaint kare
— Abhijeet Manav (@AbhijeetZate1) February 11, 2022
Nagpur Police naam sunke flower samjhe kya? Fire hai 😉😁
— Mallika Kaleem (@MallikaKaleem) February 11, 2022
Haha…!!! This one is Hilarious.
Main link kholega nahi 🙂
— AR 2.0 (@amitrohara) February 11, 2022
Such an admirable way to promote awareness 🙏
— Sayali Dharmik (@Sayalidharmik10) February 11, 2022
મીમ જોયા બાદ રિએક્શન આપતા એક યુઝરે લખ્યું, ‘‘ नागपुर पुलिस नाम सुनकर फॉलवर समझे क्या? फायर है..! બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું, ‘સાચે જ લોકોને મનાવવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. ‘ અન્ય એક યુઝરે કહ્યું કે મને લાગે છે કે મને નાગપુર પોલીસની આ સ્ટાઈલ ખૂબ પસંદ આવી છે. આ સિવાય ઘણા લોકોએ આ પોસ્ટ જોઈ અને નાગપુર પોલીસની ક્રિએટિવિટીના વખાણ કર્યા હતા.
આ પણ વાંચો: Maharashtra: સુપરમાર્કેટમાં વાઇનના વેચાણ સામે હાલ ભૂખ હડતાળ નહિ કરે અણ્ણા હજારે, જાણો શું છે સમગ્ર મામલો ?