MVA એ પોતાના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને કર્યા પ્રોજેક્ટ, ભાજપ માટે વધી શકે છે મુશ્કેલી

|

Apr 04, 2023 | 6:56 AM

રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. વાંચો આ વિશેષ અહેવાલ.

MVA એ પોતાના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને કર્યા પ્રોજેક્ટ, ભાજપ માટે વધી શકે છે મુશ્કેલી

Follow us on

મહારાષ્ટ્રનું રાજકારણ એક અલગ વળાંક પર ચાલી રહ્યું છે. બીજેપી વિરુદ્ધ તેના અભિયાનમાં, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) એ રવિવારે છત્રપતિ સંભાજી નગરમાં તેની પ્રથમ સંયુક્ત રેલી યોજી હતી. આ રેલીમાં લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો. તેનો સૌથી મહત્વનો મુદ્દો પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવેલ સન્માનનો હતો.

આ રેલીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, MVA ઠાકરેના નેતૃત્વ હેઠળ કામ કરવા જઈ રહ્યું છે. તેમ છતાં તેમણે તેમના પક્ષનું નામ શિવસેના અને તેના ચૂંટણી પ્રતીક ‘ધનુષ અને તીર’ કટ્ટર હરીફ એકનાથ શિંદે સામે ગુમાવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અશોક ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટે રેલીમાં ભાગ લીધો હતો.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

એનસીપીનું પ્રતિનિધિત્વ વિપક્ષના નેતા અજિત પવાર અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કર્યું હતું. જોકે, ઉદ્ધવ ઠાકરેએ આ શો જીત્યો હતો. ઠાકરે સ્થળ પર પહોંચનારા છેલ્લા નેતા હતા. અન્ય નેતાઓ તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મંચ ઉપર વચમાં તે મોટી ખુરશી પર એકલા બિરાજમાન હતા. તેનાથી વિપરીત, અન્ય તમામ નેતાઓને તુલનાત્મક રીતે નાની ખુરશીઓ આપવામાં આવી હતી. આ રેલીને ઠાકરે એ છેલ્લે સંબોધન કર્યું હતું.

PM મોદીની ડિગ્રી પર નિશાન સાધ્યું

ઠાકરેએ ભાજપ પર આરોપ લગાવતા પ્રહારો કર્યા કે, તેઓએ તેમની હિન્દુત્વની ઓળખ છોડી દીધી છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે ગુજરાતની અદાલતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માંગવા બદલ દંડ ફટકાર્યો. તેમણે ભારતીય સેનાના સૈનિક ઔરંગઝેબનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનું ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. ઠાકરેએ કહ્યું કે શું આપણે તેમની શહાદતને માત્ર એટલા માટે ભૂલી શકીએ કે તેઓ મુસ્લિમ હતા ?

આ પણ વાંચોઃ મારા પિતાના નામ પર નહીં નરેન્દ્ર મોદીના નામ પર લડો ચૂંટણી… ઉદ્ધવ ઠાકરેએ ભાજપને આપ્યો સીધો પડકાર

ઘણા સમયથી ઔરંગાબાદનું નામ બદલવાની હતી માંગ

તેમણે કહ્યું કે બે મહિના પહેલા ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવાને લઈને ઔરંગાબાદમાં ચાલી રહેલા વિરોધની પૃષ્ઠભૂમિમાં આ શહીદનો તેમનો ઉલ્લેખ મહત્વપૂર્ણ હતો. ઔરંગાબાદનું મૂળ નામ ખડકી હતું. 1700 ના દાયકાની શરૂઆતમાં, મુઘલ આક્રમણખોર ઔરંગઝેબે તેને ઔરંગાબાદ બનાવ્યું. લોકો લાંબા સમયથી તેનું નામ છત્રપતિ સંભાજી નગર રાખવાની માંગ કરી રહ્યા હતા.

MVA નેતા તરીકે ઠાકરેનો ઉદભવ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હોવાનું જણાય છે. કોંગ્રેસ ટકી રહેવા માટે સખત સંઘર્ષ કરી રહી છે, એનસીપી પાસે ખૂબ ઓછી વિશ્વસનીયતા છે. આવી સ્થિતિમાં મતદારો પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખતા ઉદ્ધવ ઠાકરે તેમના માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article