Ganesh Chaturthi: આઈપીએસના અવતારમાં બાપ્પા! મુંબઈ પોલીસે કર્યું સ્વાગત

|

Sep 17, 2021 | 11:07 PM

મુંબઈ પોલીસે બાપ્પાની ખાસ મૂર્તિના ફોટા સાથે લખ્યું, ભારતની પ્રિમીયર સુરક્ષા. IPS અવતારમાં અમારા નવા પ્રભારી ગણપતિ બાપ્પાનું સ્વાગત છે.

Ganesh Chaturthi: આઈપીએસના અવતારમાં બાપ્પા! મુંબઈ પોલીસે કર્યું સ્વાગત
IPS અધિકારીના અવતારમાં બાપ્પાની પ્રતિમા.

Follow us on

દેશભરમાં દરવર્ષે ગણેશ ચતુર્થીનો (Ganesh Chaturthi) તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના વાઈરસ મહામારીને કારણે તહેવાર ગત વર્ષની જેમ સાદગી સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આઈપીએસ (IPS) અધિકારીના રૂપમાં  ગણપતિ બાપ્પાની અનોખી મૂર્તિ (Idol of Ganpati Bappa) જોવા મળી હતી. બાપ્પાના આ અવતારે ઓનલાઈન હજારો લોકોના દિલ જીતી લીધા છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ભગવાન ગણેશની મૂર્તિને ખાખી વર્દી, પગરખાં અને કેપ પહેરાવીને ફ્રન્ટ લાઈન વર્કર તરીકે સજ્જ કરવામાં આવી છે. વિલે પાર્લે પોલીસ સ્ટેશનના (Vile Parle police station) પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કાનેના ઘરે ગણપતિ બાપ્પાના આઈપીએસ (IPS) અવતારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે (Mumbai Police) ખાખી વર્દીમાં બાપ્પાનો આ ફોટો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે.

મુંબઈ પોલીસે કહ્યું- ભારતની પ્રીમીયર સુરક્ષા

મુંબઈ પોલીસે ફોટો સાથે લખ્યું, “ભારતની પ્રીમીયર સુરક્ષા. અમારા નવા પ્રભારી અધિકારી, ગણપતિ બાપ્પાનું આઈપીએસ (IPS) અવતારમાં સ્વાગત છે, જે હાલમાં પીઆઈ (PI) રાજેન્દ્ર કાને, વિલે પાર્લે પીએસના નિવાસસ્થાને તૈનાત છે.

 

ખાખી વર્દીમાં ગણપતિ બાપ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને 79,000થી વધુ લાઈક્સ મળી છે. બાપ્પાને પોલીસ અધિકારી તરીકે જોઈને નેટિઝન્સ પણ આનંદિત થયા હતા. આ પોસ્ટ પર લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

 

ગણેશ ઉત્સવના સાતમા દિવસે 15 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

ગણેશ ઉત્સવના સાતમા દિવસે દેવી ગૌરીની 213 મૂર્તિઓ સહિત ઓછામાં ઓછી 15,295 મૂર્તિઓ સમગ્ર મુંબઈમાં સમુદ્ર, ઝીલ અને તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી હતી. બીએમસીના (BMC) અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે ગણેશ ઉત્સવના સાતમા દિવસે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી.

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ દરમિયાન કડક નિયમો લાદવામાં આવ્યા છે. સાથે-સાથે કલમ 144 પણ આ ગણેશોત્સવ દરમિયાન મુંબઈમા લાગુ કરવામાં આવી છે. તેમજ વિસર્જનને લઈને પણ કડક નિયમો લાગુ કરાયા છે. આ ઉપરાંત, બીએમસીએ વિસર્જન માટે એક અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે બીએમસીની ચારે કોર પ્રશંસા પણ થઈ રહી છે.

 

આ વખતે બીએમસી દ્વારા ટ્રકમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી લોકો પોતાની સોસાયટીમાં રહીને અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને યોગ્ય રીતે વિસર્જન કરી શક્શે.

 

 

આ પણ વાંચો :  Maharashtra: માતા અને પુત્ર સંબંધીના ઘરેથી ગણપતિના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, રસ્તાના ખાડાઓએ લીધો જીવ

Next Article