Mumbai Police : ઋત્વિક રોશનના અંદાજમાં સમજાવ્યું વેક્સિન અને માસ્કનું મહત્વ,પોસ્ટ સોશિયલ મિડીયા પર વાયરલ

મુંબઈ પોલીસ બોલીવુડ ફિલ્મના (Bollywood Film) પોસ્ટરો, સંવાદો અથવા સેલેબ્સના ફોટાઓનો રમૂજી રીતે ઉપયોગ કરીને લોકોને જરૂરી સૂચનાઓ આપતી રહે છે.તેથી જ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસના એકાઉન્ટને ફોલો કરે છે.

Mumbai Police : ઋત્વિક રોશનના અંદાજમાં સમજાવ્યું વેક્સિન અને માસ્કનું મહત્વ,પોસ્ટ સોશિયલ મિડીયા પર વાયરલ
Hrithik roshan (File Photo)
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:29 AM

Mumbai Police મુંબઈ પોલીસ  સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી લોકોને વાકેફ કરતી રહે છે. પરંતુ જે રીતે તેઓ તેમને જાગૃત કરે છે તે એકદમ રમુજી છે. મુંબઈ પોલીસ બોલીવુડ ફિલ્મના (Bollywood Film) પોસ્ટરો, સંવાદો અથવા સેલેબ્સના ફોટાઓનો રમૂજી રીતે ઉપયોગ કરીને લોકોને જરૂરી સૂચનાઓ આપતી રહે છે.તેથી જ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસના એકાઉન્ટને ફોલો કરે છે.

 

હવે તાજેતરમાં જ મુંબઈ પોલીસે જીંદગી ના મિલેગી દોબારાનું એક પોસ્ટર શેર કર્યું છે.જેમાં લખ્યું હતું, સમજીના સેનોરિટા. (Senorita) પોસ્ટમાં મુંબઈ પોલીસે અર્જુન સલુજાની ભૂમિકા ભજવનાર ઋત્વિક રોશનના(hrithik roshan) સંવાદોમાં થોડો ફેરફાર કર્યો હતો. પોસ્ટ પર લખવામાં આવ્યું હતું કે,” રસી ન મળવી રમુજી નથી. રસી લીધા પછી માસ્ક ન પહેરવું પણ રમુજી નથી.” ઉલ્લેખનીય છે કે, પોસ્ટને (Post) વધુ આકર્ષક બનાવવા માટે પોલીસે ફિલ્મના લોકપ્રિય ગીતોનો પણ ઉપયોગ કર્યો છે.

મુંબઈ પોલીસે કરેલી પોસ્ટ

મુંબઈ પોલીસે સેનોરિટાના અંદાજમાં સમજાવ્યું માસ્ક અને વેક્સિનનું મહત્વ

મુંબઈ પોલીસના અંદાજે જીત્યું લોકોનું દિલ

મુંબઈ પોલીસે તેના ઓફિશિયલ એકાઉન્ટ (Official Account) પરથી આ પોસ્ટ કરી છે. પોસ્ટને 14 હજારથી વધુ લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી છે. એક યુઝર્સ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી કે “રસી ન મળવી પણ રમુજી નથી.”ઉપરાંત એક યુઝર્સ લખ્યું કે, આખો દિવસ સ્લોટ્સ માટે વેબસાઇટ તપાસો અને હજી પણ કોઈ સ્લોટ (Slot) બુક ન થયો હોય એ પણ રમુજી નથી. હાલ, મુંબઈ પોલીસની અલગ અંદાજની સોશિયલ મિડીયા પર પ્રશંસા કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: Zika Virus in Maharashtra : કોરોના બાદ ઝીંકા વાયરસનું સંકટ, પુણેમાં ઝીંકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ

આ પણ વાંચો: ગહના વશિષ્ઠે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, ‘ધરપકડ ન કરવા માટે આટલા લાખ માંગ્યા હતા’