પોલીસને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર આતંક મચાવવાની ધમકી મળી છે. અત્યાર સુધી જ્યાં પોલીસને ફોન કોલ્સ અને ઈ-મેઈલ દ્વારા આ ધમકીઓ મળતી હતી ત્યાં હવે એક વ્યક્તિએ ટ્વિટર દ્વારા મુંબઈમાં આતંક મચાવવાની ધમકી આપી છે.
આ પણ વાચો: 1993ના મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ બકરની UAEમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે (22 મે) સવારે લગભગ 11 વાગ્યે, મુંબઈ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર એક સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, “હું ખૂબ જ જલ્દી મુંબઈમાં બ્લાસ્ટ કરવા જઈ રહ્યો છું.” આ સંદેશ અંગ્રેજી ભાષામાં લેખિતમાં મોકલવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “I m gonna blast the mumbai very soon.” આ મેસેજને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસે સંબંધિત ખાતાની તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, રવિવારે (21 મે) એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કર્યો અને 26/11ના હુમલાની જેમ શહેરને આતંકિત કરવાની વાત કરી. પોલીસને આ શંકાસ્પદ કોલ રાજસ્થાનથી આવ્યો હતો, ત્યારબાદ રાજસ્થાન પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા રાજસ્થાન પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ દેવેન્દ્ર તંવર છે, જે અજમેરનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર માનસિક રીતે બીમાર અને કમજોર છે. ગુસ્સામાં તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસ અને એજન્સીઓને આવી ધમકીઓ મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં NIAને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ બાદ શહેરભરની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી.
ઘણા દેશોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓ (Indian Investigative Agencies)એ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો (1993 Mumbai Blasts) માં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની UAEમાંથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર (Terrorist Abu Bakar) છે, જેને ટૂંક સમયમાં UAEથી ભારત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે 1993માં મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ 12 બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો